જેક્લીન હાલમાં સિંગલ હોવાનો દાવો થયો

0
875

બી ટાઉનની લોકપ્રિય સ્ટાર જેક્લીન હાલમાં બિલકુલ સિંગલ છે. જેક્લીને કહ્યુ છે કે તે સિંગલ હોવાની મજા હાલમાં માણી રહી છે. બી ટાઉનની લોકપ્રિય સ્ટાર હાલમાં અનેક ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે તમામ મોટા નિર્માતા નિર્દેશકોની ફિલ્મો રહેલી છે. હાલમાં જેક્લીને પોતાની લાઇફના સંબંધમાં કેટલીક ઉપયોગી માહિતી આપી હતી. તેનુ કહેવુ છે કે તેની પાસે હજુ કેટલીક ફિલ્મો છે જેને લઇને વ્યસ્ત બનેલી છે. તેનુ કહેવુ છે કે તે કેટ પેરંટ છે. તેનુ કહેવુ છે કે તે હાલમાં કોઇ પુરૂષ સાથે ડેટિગ કરી રહી નથી. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો જેક્લીન પાસે કેટલીક સારી ફિલ્મો રહેલી છે. જેમાં સલમાન ખાનની કિક-૨ ફિલ્મમાં નજરે પડી શકે છે. કિક ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે મુખ્ય રોલમાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. કિક-૨ ફિલ્મમાં તેની સાથે કોણ રહેશે તે અંગે માહિતી મળી શકી નથી પરંતુ આ ફિલ્મમાં જેક્લીનની સાથે જે અભિનેત્રીઓને ફિલ્મમાં લેવાની વાત ચાલી રહી છે તેમાં એમી જેક્સન અને દિશા પટનીનો પણ સમાવેશ થાય છે. સલમાન ખાન હાલમાં ભારત ફિલ્મના શુટિંગને પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે તે પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે મુખ્ય રોલમાં સોનાક્ષી સિંહા ફરી નજરે પડનાર છે. સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં શાનદાર જોડી જમાવ્યા બાદ કેટલાક નિર્માતા નિર્દેશકો સલમાન સાથે જેક્લીનને લેવાના પ્રયાસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રી જોરદાર રહી હતી. કિક-૨ ફિલ્મમાં જેક્લીનની હાજરીના સંબધમાં તેના દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સાથે સાથે ફિલ્મના નિર્માતા નિર્દેશકો દ્વારા પણ કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી જેથી ભારે ચર્ચા જોવા મળી રહી છે. જેક્લીન હાલમાં જુડવા-૨ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here