હવે રેલવે મુસાફરોને ટ્રેનની ટિકિટ ઉધારમાં પણ આપશે

489

રેલ્વે તંત્ર દ્વારા હવે ટ્રેનમાં મુસાફરી કરતાં પ્રવાસીઓને બહુ મોટી રાહત આપતો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે હવે રેલ્વે તંત્ર મુસાફરોને ટ્રેનની મુસાફરી માટે ટિકિટ ઉધારમાં આપશે એટલે કે, ટિકિટના પૈસા મુસાફરી પહેલા કે એ વખતે નહી ચૂકવવા પડે પરંતુ ૧૪ દિવસની અંદર ટિકિટના પૈસા પ્રવાસીએ રેલ્વે તંત્રને ચૂકવી દેવાના રહેશે. જો પ્રવાસી આ ૧૪ દિવસની નિયત સમયમર્યાદામાં ટિકિટના પૈસાની ચૂકવણી નહી કરે તો, રેલ્વે તંત્ર દ્વારા ભાડા ઉપરાંત દંડ અને સાડા ત્રણ ટકા એકસ્ટ્રા સર્વિસ ચાર્જની વસૂલાત પણ કરશે. ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા બુક નાઉ, પે લેટરની એક અનોખી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રવાસીઓને રેલવે ઉધારમાં ટિકિટ આપશે. જ્યારે મુસાફરોએ ૧૪ દિવસની અંદર ટિકિટના પૈસા ચૂકવવાના રહેશે. આ યોજના અંતર્ગત પ્રવાસીઓએ ટ્રેનની ટિકિટ બુક કરતા સમયે ભાડું નહીં ચૂકવવું પડે. પરંતુ ટિકિટ બુકિંગના ૧૪ દિવસમાં સ્વેચ્છિક રીતે ભાડું ચૂકવી શકે છે. નોંધનીય છે કે, અત્યાર સુધી આ સુવિધા માત્ર જનરલ રિઝર્વેશન માટે ઉપલબ્ધ હતી. બુક નાઉ પે લેટર યોજના અંતર્ગત મુસાફરોએ યાત્રાના પાંચ દિવસ પહેલા ટિકિટ બુક કરાવી પડશે, તેમજ ટિકિટ ખરીદયાના ૧૪ દિવસમાં પૈસા ચૂકવવાના રહેશે. આ ભાડા ઉપરાંત મુસાફરોએ ૩.૫ ટકા એકસ્ટ્રા સર્વિસ ચાર્જ પણ ચૂકવવાનો રહેશે. જો ૧૪ દિવસ દરમિયાન ભાડું નહીં ચૂકવાય તો  આઇઆરસીટીસી ભાડા ઉપરાંત દંડ પણ વસુલ કરશે. રેલવે વિભાગે આઇઆરસીટીસી  વેબસાઈટના માધ્યમથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. આઇઆરસીટીસી દ્વારા આ યોજના અંતર્ગત કેટલીક ખાનગી બેંકો સાથે ટાઈઅપ પણ કરવામાં આવ્યુ છે. ટિકિટ બુક કરનાર મુસાફરની ક્રેડિટ હિસ્ટ્રી, ઓનલાઈન પેમેન્ટ્‌સ અને ડિજીટલ ફૂટપ્રિન્ટના આધારે ટિકિટ ઉધાર આપવામાં આવશે. જો કે, રેલ્વે તંત્રની આ યોજના અને પ્રવાસીઓને રાહતભર્યા નિર્ણયને લઇ ટ્રેનમાં મુસાફરી કરતાં લાખો પ્રવાસીઓમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાઇ છે.

Previous articleલોકસભા ચૂંટણી પૂર્ણઃ પેટ્રોલમાં ૯ પૈસા અને ડિઝલમાં ૧૫ પૈસાનો વધારો
Next articleપરિણીતાનું ગોળી વાગતા મોત, પતિ ફરાર, હત્યાની આશંકા