ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે શામળદાસ કોલેજ ખાતે સેમિનાર

0
802

શામળદાસ આર્ટ્‌સ કોલેજ ખાતે તા.૧૭ ને શુક્રવારના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ધ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે  યુનિવર્સિટીના કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડાનાં પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ કારર્કિદી માર્ગદર્શન સેમિનાર યોજાયેલ.

સેમિનારનાં પ્રારંભ દિપ પ્રાગટ્‌ય બાદ કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડાનું સ્વાગત કરી સ્મૃતિપ્રતીક વડે અભિવાદન કરવામાં આવ્યું. કાર્યકારી આચાર્ય ડો. કેયૂરભાઈ દસાડિયા ધ્વારા શાબ્દિક સ્વાગત બાદ કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા ધ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. ઉપરાંત ધોરણ-૧ર આર્ટ્‌સ-કોમર્સ પછી કયાં કયાં ક્ષેત્રોમાં અભ્યાસની તકો રહેલી છે તે બાબતનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. ધોરણ-૧ર માં ના પરિણામ બાદ યુનિવર્સિટીની આર્ટ્‌સ તથા કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તેનો પરિચય તેમજ પ્રત્યક્ષ નિદર્શન આપવામાં આવેલ. તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની કુલ ૩૧ આર્ટ્‌સ કોલેજ હેલ્પ સેન્ટર તરીકે કાર્ય કરશે. વિદ્યાર્થી હેલ્પ સેન્ટર પરથી વિના મૂલ્યે સરળતાથી ફોર્મ ભરી શકે તે અંગેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે કોઈપણ વિદ્યાર્થી કે વાલીને મુશ્કેલી ન પડે તે હેતુથી આ સેમિનારનું આયોજન શામળદાસ કોલેજમાં કરવામાં આવેલ. કોઈપણ વિદ્યાર્થીને એક જ ફોર્મ ભર્યાથી વિવિધ કોલેજોમાં પ્રવેશની તક મળે તે માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. ધોરણ-૧રની પરીક્ષા આપેલ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને તેમજ વાલીઓએ પણ આ સેમિનારનો લાભ લીધેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here