શહેરની સલામતી માટે એસ્ટેટ બ્રોકરો સાથે પોલીસની મીટીંગ

0
412

રાજ્યમાં ત્રાસવાદી/ અસામાજીક તત્વો શહેરોમાં તેમજ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરી તેમજ આતંકવાદી પ્રવૃતીઓ કરતા હોવાથી માનવ જીંદગીની ખુવારી થાય અને જાહેર તેમજ ખાનગી સંપતિઓને  નુકશાન પહોચે છે. જેમા બહારના રાજ્યોમાંથી કે દેશ બહારથી આવતા આવા ત્તત્વો કોજ્ના મકાન ભાડે રાખીને રહેતા હોય છે અને સ્થાનિક વિસ્તારનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતીથી માહિતગાર થઇને તેઓની ત્રાસવાદી પ્રવૃતીઓને અંજામ આપતા હોય છે. જેથી રાજ્ય અને દેશની સલામતી સાચવવા સહકાર મેળવવા માટે મકાનઔદ્યોગિક એકમોના માલીકો દ્રારા રાજ્ય/દેશ બહારની વ્યક્તિઓને ભાડે અપાતા મકાનો/એકમો બાબતે નજીકના પોલીસ સ્ટેશને મકાન/એકમ ભાડે લેનારના નામો અંગે જાણ કરવામાં આવે તો આવી પ્રવૃતી કરનારની યોગ્ય ચકાસણી થઇ શકે. જે અંગે ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. અને તેની અમલવારી જીલ્લા પોલીસ અને ખાસ એસ.ઓ.જી. શાખા દ્રારા કરાવવામાં આવે છે. અને જાહેરનામા ભંગ બદલ ઇ.પી.કો. કલમ ૧૮૮ મુજબ કેસો કરવામાં આવે છે.

મોટાભાગે મકાનો ભાડે મેળવવા માટે લોકો એસ્ટેટ બ્રોકરો તથા જમીન/મકાન લે વેચ દલાલોનો સંપર્ક કરતા હોય છે અને તેઓના મારફતે મકાન/એકમ ભાડે રાખતા હોય છે જેથી આજરોજ ભાવનગર એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા સ્ટાફ દ્રારા એસ.ઓ.જી. કચેરી ખાતે એસ્ટેટ બ્રોકરો તથા જમીન/મકાન લે વેચ દલાલોનો મીટીંગ યોજવામાં આવેલ હતી જેમા હાજર માણસોને ઉપરોક્ત જાહેરનામા બાબતે સમજ આપી કડક રીતે તેની અમલવારી કરવા સુચનાઓ/સહકાર આપવા જણાવવામાં આવેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here