સિહોર પો.સ્ટે.ના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

0
328

આજરોજ શિહોર પો.સ્ટે. ઇંચાર્જ પો.ઇન્સ. પી.આર.સોલંકી  તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા સારૂ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ઇંન્ચાર્જ પો.ઇન્સ. પી.આર.સોલંકીને બાતમીરાહે હકિકત  મળેલ કે શિહોર પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસ્તો ફરતો આરોપી રામજીભાઇ બચુભાઇ રાઠોડ રહે.ખુણ ગામ તા-ધોલેરા હાલમાં સુરતથી તેના ગામ ખુણ આવેલ હોય તેવી હકિકત મળતા તુરતજ એક ટીમ બાતમી વાળી જગ્યા ખુણ ગામ જતા બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા રસ્તે જતા બે પંચના માણસોને બોલાવી નામ/સરનામું પુછતા પોતાનું નામ રામજીભાઇ ઉર્ફે રામભાઇ બચુભાઇ રાઠોડ ઉ.વ.૨૪ જણાવેલ. મજકુરની પુછપરછ કરતા ગુન્હો કરેલાનો એકરાર કરતા મજકુર ને પંચો રૂબરૂ ઘોરણસર અટકાયત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here