કાર્તિક આર્યન નવી ફિલ્મમાં અનન્યા પાંડેની સાથે દેખાશે

0
358

બોલીવુડના સૌથી ખુબસુરત અભિનેતા પૈકીના એક કાર્તિક આર્યનની પાસે વર્ષ ૨૦૧૯ માટે અનેક મોટા પ્રોજેક્ટો છે. થોડાક દિવસ પહેલા જ ઇમ્તિયાઝ અલીની લવ આજ કલ-૨માં સારા અલી ખાન સાથે નજરે પડશે તેવા અહેવાલ આવ્યા હતા. બીજી બાજુ હવે એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે, ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સાથે તે ફિલ્મમાં નજરે પડનાર છે. સ્ટુડન્ટ ઓફ દ યર-૨ મારફતે ડેબ્યુ કરી ચુકેલી  અનન્યા પાંડે બીઆર ચોપડાની નવી ફિલ્મ પતિ પત્નિ ઓર વોની રિમેક ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે નજરે પડશે. મૂળભૂત ફિલ્મમાં સંજીવ કુમારની સાથે રંજીતા, વિદ્યાસિંહા અને રિષી કપૂરે ભૂમિકા ભજવી હતી. કાર્તિકને આ ફિલ્મની પટકથા ખુબ પસંદ પડી છે. ફિલ્મ નિર્માતા આ પટકથા સાથે કોઇ ચેડા કરનાર નથી. માત્ર આધુનિક સમયને ધ્યાનમાં લઇને આ ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે. એમ માનવામાં આવે છે કે, આ ફિલ્મ યુવા પેઢીને પણ ખુબ પસંદ પડશે. ફિલ્મ માટેનું શૂટિંગ ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી શકે છે. પતિ પત્નિ ઓર વો ફિલ્મમાં કાર્તિક આર્યન મોટી ભૂમિકામાં નજરે પડશે. આ ઉપરાંત કાર્તિક વધુ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે જેમાં તે કૃતિ સનૂન સાથે નજરે પડનાર છે. આવી સ્થિતિમાં ફિલ્મી મોરચે કાર્તિક આર્યન તેની સાથે રહેલા તેની પેઢીના કલાકારોને જોરદાર ટક્કર આપવા માટે તૈયાર છે. સુત્રોના કહેવા મુજબ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મને વહેલીતકે પૂર્ણ કરવામાં આવશે અને આ વર્ષે જ તેને રજૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. અનન્યાને બીજી ફિલ્મ મળી છે. અનન્યાની પ્રથમ ફિલ્મને બોક્સ ઓફિસ પર કોઇ સારો પ્રતિસાદ મળ્યો નથી પરંતુ તે નિરાશ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here