ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ જીતે એમાં કોઈ નવાઈ નહિઃ બ્રાયન લારા

0
341

લારાએ દુનિયાની સૌથી પ્રબળ દાવેદાર ટીમો અને વેસ્ટઇન્ડીઝના વર્લ્ડ કપ જીતવાની સંભાવનાઓ વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી. જ્યારે લારાને પૂછવામાં આવ્યું છે કે શું આ વાતથી તેમને તકલીફ થાય છે કે તે વર્લ્ડ કપ વિજેતાનો ભાગ બની ન શક્યા.

આ અંગે લારાએ કહ્યું કે જ્યારેપણ વર્લ્ડ કપ આવે છે તો તેમને આ વાતનું દુખ થાય છે. તેમના જમાનામાં વિંડીઝની ટીમ મજબૂત ન હતી. જોકે તેમની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જરૂર હતી. દુર્ભાગ્યથી લારા વેસ્ટઇંડીઝના સ્વર્ણિમ યુગનો ભાગ ન હતા જ્યારે ટીમે બે વખત વર્લ્ડ કપ જીત્યો અને એકવાર ફાઇનલમાં પણ સ્થાન બનાવી લીધું હતું.

લારાએ ટીમ ઇન્ડીયા વિશે કહ્યું કે કોઇને પણ આશ્વર્ય નહી થાય જો ટીમ ઇન્ડીયા ખિતાબ જીતી જાય. તે વિભિન્ન સ્થિતિઓમાં સારું રમી રહી છે. તેમનું ખિતાબ જીતવું ઉલટફેર નહી હોય. ચોક્કસ ટીમ ઇન્ડીયા મજબૂત ટીમ છે.

લારાએ ખિતાબ જીતનાર ટીમ માટે નિયમિતતા સૌથી ખાસ ગુણ ગણાવ્યો. તેમણે કહ્યું કે ખિતાબ જીતવા માટે દરેક ટીમને એક પછી એક મેચ જીતવી પડશે. કોઇપણ ટીમ ટેમ્પો ખોઇ નહી શકે. ટીમને સંતુલિત થવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here