ભારે વેચવાલી વચ્ચે સેંસેક્સ ફરીથી ૩૮૩ પોઇન્ટ ઘટ્યો

449

શેરબજારમાં આજે જુદા જુદા પરિબળોની અસર વચ્ચે જોરદાર કડાકો બોલી ગયો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં આજે આશરે એક ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. કેટલાક ઇન્ડેક્સ હેવીવેઇટ શેરમાં વેચવાલી જામી હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૩૮૩ પોઇન્ટ ગગડીને ૩૮૯૭૦ની નીચી સપાટી પર રહ્યો હતો. તાતા મોટર્સ, મારૂતિ સુઝુકી, ઇન્ડસઇન્ડ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇમાં આજે મંદીનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે બીએસઇમાં ૩૦ શેર પૈકી માત્ર ત્રણ શેરમાં જ તેજી રહી હતી. બ્રોડર નિફ્ટીમાં ૧૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૭૦૯ રહી હતી. માર્કેટ બ્રિડથ વેચવાલીની તરફેણમાં રહી હતી. કુલ ૧૧૪૫ શેરમાં મંદી રહી હતી. એનએસઇમાં ૬૦૯ શેરમાં તેજી રહી હતી. તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં આજે મંદી રહી હતી. નિફ્ટી ઓટો અને નિફ્ટી મિડિયા ઇડેક્સમાં સૌથી વધારે નુકસાન થયુ હતુ આ બંનેમાં ક્રમશ ૨.૫૨ ટકા અને ૨.૩૨ ટકાનો ક્રમશ ઘટાડો થયો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૮૪ ટકાનો ઘટાડો થયો હતો. આવી જ રીતે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૮૮ પોઇન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૧૪૨૯૩ રહી હતી. બજાજ ફાયનાન્સ હવે બે ટ્રિલિયનની માર્કેટ કેપ ધરાવતી કંપની બની છે. આજે શેરબજારમાં મોટા ભાગના શેરમાં વેચવાલી જામી હતી. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતી જારી રહી શકે છે. લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણ જારી કરવામા ંઆવ્યા છે. જેમાં ંમોટા ભાગે એનડીએની લીડ દર્શાવવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે શેરબજારમાં જોરદાર તેજી રહી હતી.  ગઇકાલે જોરદાર તેજીનુ મોજુ ફરી વળ્યુ હતુ. સેંસેક્સ ૧૪૨૨ પોઈન્ટ ઉછળીને રેકોર્ડ ૩૯૩૫૨ની ઉચી સપાટીએ રહ્યો હતો. એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ તેની સીધી અસર બજાર ઉપર જોવા મળી હતી. શેરબજારમાં કારોબારીઓ ઝુમી ઉઠ્યા હતા. દિવસ દરમિયાન જોરદાર લેવાલીનો માહોલ રહ્યો હતો. કારોબાર દરમિયાન તમામ શેરમાં તેજી રહી હતી.   નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની સત્તામાં વાપસી થઇ રહી છે તેવા એગ્ઝિટ પોલના તારણ બાદ મુડીરોકાણકારો ખુશીથી આજે ઝુમી ઉઠયા હતા. તેજીનો માહોલ રહ્યો હતો. લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થયા બાદ એક્ઝિટ પોલના તારણે જારી કરવામાં આવ્યા હતા. જેમાં મોદીના જાદુ હેઠળ ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર બની રહી છે. લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ ગઇકાલે સાંજે  એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા.  મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવાના સંકેત આપવામાં આવ્યા હતા. ટાઈમ્સનાઉ-વીએમઆર, સી-વોટર અને જનકી બાત, ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવશે.આજે મંગળવારના દિવસે ટોરેન્ટ ફાર્માના શેરમાં આઠ ટકા સુધીનો ઘટાડો થઇ ગયો હતો.

Previous articleગમે તે હોય માહી ભાઈની જરૂર હંમેશા રહે છેઃ ચહલ
Next articleનેપાળી શેરપાએ સપ્તાહમાં બીજી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરી ઈતિહાસ રચ્યો