રિવરફ્રન્ટ પર અશ્લીલ હરકત કરતાં પ્રેમી યુગલો પર પોલીસની લાલ આંખ

586

સાબરમતી નદી ખાતે રિવરફ્રન્ટ બન્યા પછી શહેરનાં યંગસ્ટર માટે રિવરફ્રન્ટ લવર્સ પોઇન્ટ તરીકે હોટ ફેવરિટ થયું છે. રોજબરોજ મોટી સંખ્યામાં પ્રેમી યુગલ એકાંત પળ માળવા માટે રિવરફ્રન્ટ પર આવે છે. ત્યારે પોલીસે આવાં પ્રેમી યુગલો સામે લાલ આંખ કરી છે. ગઇ કાલે જાહેરમાં જાહેરમાં બીભત્સ અને અશ્લીલ  હરકતો કરતાં પ્રેમી યુગલની રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ધરપકડ કરીને તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રિવરફ્રન્ટ પર એકાંત પળ માળવા માટે આવતાં પ્રેમી યુગલોની અસંખ્ય ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. યુવક અને યુવતીઓ એવી બીભસ્ત સ્થિતિમાં બેઠાં હોય છે જેના કારણે આસપાસના સ્થાનિકોને પોતાના ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખવાની નોબત આવી ગઇ છે. ત્યારે બાળકો સાથે રિવરફ્રન્ટ પર ફરવા માટે પરિવારો પણ પ્રેમી યુગલોને જોઇને શરમમાં મુકાઇ જાય છે ત્યારે પોલીસે આવા પ્રેમી યુગલો સામે લાંલ આંખ કરી છે.

હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રસ્તે જતી યુવતીઓને હેરાન તેમજ છેડતીના બનાવ બની રહ્યા છે તેમજ પ્રેમી યુગલો એકલતાનો લાભ લઈને બીભત્સ હરકતો કરતાં આવાં પ્રેમી પંખીડાંઓને ઝડપવા પોલીસે કવાયત શરૂ કરી છે. ત્યારે ગઈ કાલે બપોરેના સમયે ભીખાભાઇ ગાર્ડન પાસે રિવરફ્રન્ટ પર જાહેરમાં ભાન ભૂલીને બીભસ્ત હરકતો કરતાં યુગલની પોલીસ બિભસ્ત અને અશ્લીલ હરકત હાલતમાં ધરપકડ કરી છે. બપોરે એક વાગે પોલીસે યુગલની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છેકે  કેટલાંક પ્રેમી યુગલો  સાબરમતી રિવરફ્રન્ટ પર દિવસે અને રાતના અંધારામાં બેસી બીભત્સ હરકતો કરતાં હોય છે,યુવક- યુવતીઓ ઘરની બહાર ફરતાં હોય છે. આવામાં કેટલાક પ્રેમી યુગલો ફરવાના બહાને સાબરમતી રિવરફ્રન્ટ પર બેસી રહેતા હોય છે.મોડી રાત સુધી રિવરફ્રન્ટ પર બેસી અને બીભત્સ હરકતો પણ કરતાં હોય છે.

ઉપરાંત રિવરફ્રન્ટ પર એકલદોકલ વ્યક્તિને મોડી રાતે લૂંટવાના બનાવો પણ બને છે. જેના પગલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા ગઈ કાલથી જ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.અને પોલીસ બીભસ્ત અને અશ્લીલ હરકત કરતા પ્રેમી યુગલની ધરપકડ કરી હતી.

Previous articleછુટાછેડા લીધા વિના જ પરીણિતાને બીજા યુવકને પરણાવી દીધી
Next articleસ્વર્ણિમ પાર્કમાં અંદર અને બહાર કચરાના ગંજ