ગ્રામીણ બેહેનો માટે જીએસટી સહેલી તાલીમનો ડીડીઓનાં હસ્તે પ્રારંભ

709

આજરોજ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરૂનકુમાર બરનવાળના હસ્તે ભાવનગરમાં ગ્રામ સ્વ રોજગાર તાલીમ સંસ્થા ભાવનગર અને એનઆરએલએમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ વિસ્તારની બહેનો માટે જીએસટી સહેલીની તાલીમનો આરંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ડીડીઓએ કાર્યક્રમ અનુરૂપ પોતાનું પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ તેમજ તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની શુભેચ્છા પાઠવેલ. આ ઉપરાંત તેમણે જણાવેલ કે તાલીમ દરમ્યાન બહૈેનોને સઘન પ્રેકટીકલ તાલીમ મળી રહે તે માટે જિલ્લા પંચાયત દ્વારા થાત જીએસટી રીટર્ન ફાઇલિંગ ના આવશે. સંસ્થામાં ચાલતા તાલીમ કાર્યક્રમને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ આપવાની ખાતરી ડીડીઓ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરના નિયામક એચ. આર. કેલૈયા એ પણ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ત્રિવેદી તેમજ ગ્રામ સ્વ રોજગાર તાલીમ સંસ્થાના નિયામક પ્રવિણ આર. ચીચોલીકર તેમજ આરઅટી સ્ટાફ ઉપસ્થિત રહેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલા ચાંચબંદર ખાતેનાં વિજયમહેલને પર્યટક સ્થળ તરીકે જાહેર કરવા લોકમાંગ