રાજુલા ચાંચબંદર ખાતેનાં વિજયમહેલને પર્યટક સ્થળ તરીકે જાહેર કરવા લોકમાંગ

0
514

રાજુલા તાલુકા ચાંચ બંદર ખાતે ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી હસ્તે ખાત મુહુર્ત ૧૪ મે ૧૯૪૫માં બનાવેલ વિજય મહેલની ઇતિહાસિક ધરોહરને પર્યટક સ્થળ જાહેર કરી પુલ બાંધવા લોકમાંગ ઉઠવા પામી છે.

રાજુલા તાલુકાનું ચાંચબંદર એક વખત દુનિયાના દેશો સાથે ધમધમી રહ્યું હતું ત્યારે ૧૮૦૦ પાદરના ધણી પ્રજાવત્સલ મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી એ ૧૯૪૫ માં બાબરીયાવાડની દરિયાકાંઠે એક અજાયબી જેવા વિજય મહેલની રચના કરી ખાત મુહુર્ત પણ તેમના સ્વહસ્તે કરેલ એ વખતના લાખો રૂપિયાના ખર્ચે અતિ આકર્ષક વિજય મહેલ અથવા અરબી સમુદ્ર કાંઠે હવા મહેલની રચના કરેલ જેને એ વખતે દેશ પરદેશથી લોકો સહેલગાવ માણવા આવતા એવે વખતે સરદાર વલ્લભભાઇ પટેલે ભારત દેશને એક કરી અખંડ ભારત માટે પ્રથમ પોતાાન ૧૮૦૦ પાદરનું મોટું રજવાડા સરદારને પ્રથમ અર્પણ કરી દીધું  પણ આવી પોતાની પ્રાયવેટ કરોડો રૂપિયાની માલિક શિહોર, સાવરકુંડલા, ચાંચ, સહિતની તેની પાસે હતી તેમાં આ વિજય મહેલની હાલત સાવ જર્જરીત બની જવા પામી છે. આ બાબતે આ ઇતિહાસીક ધરોહર ને સરકાર દ્વારા પર્યટક સ્થળ તરીકે વિકસાવવા આવે અને સમુદ્રી ખાડી નો ૫૦૦ થી ૬૦૦ મીટરનો પુલ બનાવવામાં આવે તો હાલ હજારો લોકો તેમજ વીકટર, ચાંચથી લોકોને હોડી મારફતે જવું આવવાની પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ આ બાબતે ભાવનગર રાજવી પરીવારને પણ સંતોષ થાય કે અમારા આપૂર્વજો પ્રજાવત્સલ હતા તો અમો પણ જનતા માટે સેવા આપવા તૈયાર છીએ. આ બાબતે રાજુલા તાલુકાની જનતા માંગ ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here