વ્યાજખોરોનાં ત્રાસથી ભાવનગરનાં યુવાને વળાવડ રેલ્વે ફાટક પાસે આત્મહત્યા કરી

0
835

ભાવનગર વણકર વાસમાં રહેતા અપંગ મુકેશભાઈ કરમણભાઈ વણકર. વ્યાજખોરોના ત્રાસના હિસાબે રાત્રે ભાવનગરથી નીકળી સિહોર માં દવા પી આપઘાત વ્હોર્યો

ભાવનગર વણકર વાસમાં રહેતા મુકેશભાઈ કરમણભાઈ ઉવ આ ૩૫ વ્યાજખોરોના ત્રાસના હિસાબે ગત રાત્રે ઘરેથી નીકળી ગયેલ.આખીરાત ઘરવાળાઓ એ શોધખોળ કરી પરંતુ ક્યાંય પત્તો મળેલ નહીં. જેથી ભાવનગર બી ડિવિજનમાં ફરિયાદ કરવામાં આવેલ અને સગાંવહાલાં દ્વારા મુકેશભાઈની ક્યાંય ભાળ મળેલ નહીં.

શિહોર પોલીસને આજે સવારે કોઈએ જાણ કરેલ કે વળાવડ રેલવે ફાટક પાસે કોઈ અપંગ માણસ પડેલો છે જેથી સિહોર પોલીસ તાબડતોડ ઘરના સ્થળે પહોંચી તપાસ કરી આ યુવકને સિહોર સી.એચ.સી ખાતે લાવવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટર દ્વારા તપાસી મૃત જાહેર કરેલ અને આ લાશને પીએમ માટે મોકલી આપેલ

શિહોર પોલીસે સ્થળ ઉપરથી આ અજાણ્યા વ્યક્તિને શિહોર સરકારી દવાખાને લાવેલ જ્યાં ડોકટરે તપાસી કહેલ કે આ વ્યક્તિએ દવા પીધેલી છે અને મૃત જાહેર કરેલ. આથી શિહોર પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવેલ કે એક અજાણ્યો મૃતદેહ મળેલ છે જેની જાણ મૃતકના પરિવારને મળતા તપાસ કરતા માલુમ થયેલ કે મરણ જનાર મુકેશની ઓળખાણ થવા પામેલ.

વિશ્વસનીય સૂત્રો તેમજ સગાંવહાલાં અને મરણ જનાર ના ભાઈને પૂછતાં જાણવા મળેલ કે ભાવનગર રહેતા ઉછીના આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરતા મુકેશ ઘરેથી આ લોકોના ડરના હિસાબે નીકળી ગયેલ અને રાત્રીના સમયે દવા પીને આપઘાત કરેલ છે. દિવસે દિવસે વધતું જતું વ્યાજ વટાવ અને માથાભારે લોકોના ત્રાસથી આવા ગરીબ લોકો મોતને વ્હાલું કરતા હોય છે ત્યારે પોલીસે આ સમગ્ર ઘટના ની ગંભીરતા પૂર્વક નોંધ લેવી જોઈએ જેથી આવા બનાવો અટકી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here