ભારતની ટીમનું ‘મગજ’ ગણાતો ધોની હુકમનો એક્કો બની રહેશે : ઝહીર અબ્બાસ

580

પોતાની ક્રિકેટ ટીમનું ‘મગજ’ ગણાતો મહેન્દ્રસિંહ ધોની તેની પાસે રહેતા બહોળા અનુભવના કારણે આગામી વર્લ્ડ કપમાં ભારતની ટીમનો હુકમનો એક્કો હશે, એમ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઝહીર અબ્બાસનું કહેવું છે.ધોનીની વિકેટકીપર તરીકેની ઝડપ અને આવડત હજી અખંડ છે, પણ વિશ્ર્‌વના શ્રેષ્ઠ ‘ફિનિશર’ તરીકેની તેની પ્રતિષ્ઠા તાજેતરના સમયમાં ઓસરી ગઈ છે. “ભારત પાસે ધોની જેવો જિનિઅસ છે અને ભારતની ક્રિકેટ ટીમનું તે મગજ છે. તેની પાસે ક્રિકેટની ઘણી સારી સમજણ છે અને તેના નેતૃત્વમાં ભારતે બે વર્લ્ડ કપ જીત્યા છે. તેનો અનુભવ કેપ્ટન તથા કોચને ઘણો મહત્ત્વનો થઈ પડશે અને તે ભારતની ટીમનો હુકમનો એક્કો બની શકે છે, એમ ઝહીરે કહ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે ભારત વિરાટ કોહલીના સુકાનમાં પહેલો વર્લ્ડ કપ રમનાર છે અને તે કેપ્ટન તરીકે પોતાની કાબેલિયત પુરવાર કરવા ઉત્સુક હશે. પાકિસ્તાન વતી ૧૯૬૯-૧૯૮૫ દરમિયાન ૭૮ ટેસ્ટ અને ૬૨ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં રમી ચૂકેલ ઝહીરે કહ્યું હતું કે ભારત પાસે ઘણો પ્રબળ બૅટિંગ ક્રમ છે.  અને ઈંગ્લેન્ડમાંની પિચો હવે બેટ્‌સમેનોના સ્વર્ગ સમાન બની છે.

Previous articleમાહી બોલિવુડમાં ફરી સારા રોલ કરવા માટે ખુબ ઇચ્છુક
Next articleવર્લ્ડ કપ મિશન માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં પહોંચી