ભાવનગરના થિયેટર માલિકો પદ્માવત રિલીઝ નહીં કરે

916
bvn2212018-6.jpg

ભાવનગર શહેર તથા જિલ્લામાંવિવાદાસ્પદ ફિલ્મ પદમાવતના પ્રસારણને લઈને ચાલી રહેલ વિવાદોનો સુખદ અંત આવ્યો છે. રાજપુત- ક્ષત્રિય- કરણી સેનાની માંગને લઈને સિને માલિકો સંચાલકોએ ફિલ્મ પ્રદર્શીત નહીં કરવાનો નીર્ણય કરી કરણી સેનાને સમર્થન જાહેર કર્યું છે. 
છેલ્લા ત્રણેક દિવસથી શહેર- જિલ્લામાં સંજયલીલા ભણસાળીની હિન્દી ફિલ્મ પદ્માવતને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. દરરોજ જાહેર માર્ગ્‌ પર ચકકાજામ સાથે બાળઝાળ કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. એવા સમયે જીલ્લા પોલીસ વડા પ્રવિણ માલ દ્વારા શહેર જિલ્લામાં આવેલ થિયેટરોના માલિકો તેમજ કરણી સેનાના સભ્ય્ને એસ.પી. કચેરી ખાતે બોલાવી મિટીંગ યોજી હતી. જેમાં સિને સંચાલકોને અપીલ કરી હતી. જે અંગે તમામ સિનેમા સંચાલકોએ કરણી સેનાને સમર્થન જાહેર કરી થિયેટરમાં ફિલ્મ પ્રદર્શન નહીં કરે અને ફીલમનું પોષ્ટર પણ નહીં લગાવે તેવી ખાતરી આપી હતી. તો બીજી તરફ કરણી સેનાના પ્રમુખ ઉપપ્રમુખ તથા સભ્યોએ આ નિર્ણયને આવકાર્યો હતો. અને તમામ થિયેટર માલિકોનો આભાર માનવા સાથે એસ.પી.ને ખાતરી આપી હતી કે ફીલ્મ પ્રદર્શન નહીં થાય તો શહેર જિલ્લામાં કોઈપણ જગ્યા પર આ બાબતને લઈને વિરોધ પ્રદર્શન કે અનઈચ્છનીય બનાવોમાં કરણી સેના નહીં જોડાય.આ મધ્યસ્થી બેઠકમાં એસ.પી. પ્રવિણ માલ, ડીવાયએસપી મનિષ ઠાકર, પાલિતાણાના ડીવાયએસપી પી.પી.રોજીયા, સીટી મામલતદાર, વિજયાબેન પરમાર, મહુવાના ડીવાયએસપી, બી.યુ.જાડેજા, મામલતદાર કે.એન. સંપટ ઉપરાંત થીયેટરના મેનેજરો જેમાં પ્રકાશ રાણે, ટોપ-૩ પંકજભાઈ, જય પટેલ સહિતનાઓ જોડાયા હતાં. 

કરણી સેના દ્વારા સિને માલિકોનું સન્માન કરાશે
ભાવનગર શહેર જિલ્લાના સિને માલિકો સંચાલકો દ્વારા ભાવનગરવાસીઓ તથા ક્ષત્રિયો-રાજપુત સમાજને માન આપી ફિલ્મ પદ્માવત રીલીઝ નહીં કરવાનો જે હિત લક્ષી નિર્ણય લીધો છે તે બદલ સમસ્ત ક્ષત્રિય તથા રાજપુત સમાજ- કરણી સેના વતી હું આભાર માનું છે અને તા. રર-૧-ર૦૧૮ને સોમવારે સાંજે પ કલાકે દરબાર બોર્ડીંગ ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિય- રાજપુત સમાજની હાજરીમાં સિને માલિકોનું સન્માન કરવામાં આવશે.
– કૃષ્ણદેવસિંહ સરવૈયા, કરણી સેના પ્રમુખ, ભાવનગર શહેર

થિયેટરોમાં પોસ્ટર પણ નહીં લગાવીએ
શહેર-જિલ્લાના કોઈપણ સમાજની ગરીમા ઘવાય કે લાગણીને ઠેસ પહોંચે તેવું કોઈપણ થીયેટર માલિકો ઈચ્છતા નથી. ભાવનગર સંસ્કૃતિનું પિયર છે. આથી ભાવનગર શહેર તથા જિલ્લામાં થીયેટર ધરાવતા માલિકો સર્વસમાન અને લોકહિત તથા કાયદો ન્યાયતંત્રને ધ્યાને લઈ ફિલ્મ પદ્માવત રીલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ વાત સાથે તમામ લોકો સંમત છે. અમે ફિલ્મ રીલીઝ તો નહીં કરીએ પરંતુ ફિલ્મનું ટ્રેલર કે પોસ્ટર પણ નહીં દર્શાવીએ જેની દ્રઢતાપૂર્વક ખાતરી આપીએ છીએ.
– ચંદન દેસાણી, સિનેમા એસો. પ્રમુખ, ભાવનગર.

Previous articleવીર માંધાતા પ્રાગટ્યોત્સવ નિમિત્તે શોભાયાત્રા
Next articleશહેરમાં સ્વચ્છતા ઝુંબેશના ફનસ્ટ્રીટ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું