જૉસ બટલર ઈંગ્લૅન્ડનો નંબર-વન ડૅન્જરમૅનઃ પોન્ટિંગ

516

આયોજક રાષ્ટ્ર ઈંગ્લેન્ડની ૧૫-સભ્યની વર્લ્ડ કપ ટીમમાં મેચ જિતાડી આપે એવા ઘણા ખેલાડી છે, પણ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું કહેવું છે કે જોસ બટલર તે બધામાં સૌથી ખતરનાક બેટ્‌સમેન છે. આઈ. સી. સી. વર્લ્ડ કપ ૩૦મી મેથી રમાનાર છે.

“ઈંગ્લેન્ડનો સૌથી ખતરનાક ખેલાડી જોસ બટલર છે. મે તેને ત્રણ-ચાર મોસમ પહેલા આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં તાલીમ આપી હતી કે જ્યારે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યો હતો અને છેલ્લાં બે-ત્રણ વર્ષમાં તેણે ઘણી પ્રગતિ કરી છે, એમ પોન્ટિંગે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (સી. એ.)ની વેબસાઈટ પર કહ્યું હતું.

પોન્ટિંગે વધુમાં કહ્યું હતું કે બટલરે છેલ્લાં ૧૨થી ૧૮ મહિનામાં ટી-૨૦, વન-ડે અથવા ટેસ્ટ ક્રિકેટમાં ઘણો નોંધપાત્ર દેખાવ કર્યો છે.

બટલર ઉપરાંત, ઈંગ્લેન્ડની ટીમમાં કેપ્ટન ઈયોન મોર્ગન, જોની બેર્સ્ટોવ, જો રૂટ, બેન સ્ટોક્સ અને જોફા આર્ચર જેવા ખેલાડીઓનો પણ સમાવેશ છે જેઓ મેચ જીતાડી આપવા કાબેલ છે.

Previous articleરિતિક રોશન હાલમાં અનેક પ્રોજેક્ટને લઇને વ્યસ્ત થયો
Next article૨૦૨૨ના વર્લ્ડકપમાં ૩૨ ટીમો જ ભાગ લેશેઃ ફિફા