૨૦૨૨ના વર્લ્ડકપમાં ૩૨ ટીમો જ ભાગ લેશેઃ ફિફા

686

૨૦૨૨ ફૂટબોલ વર્લ્ડ કપ પણ ૩૨ ટીમો વચ્ચે જ યોજાશે, ૪૮ ટીમો વચ્ચે નહીં. ફીફાએ આ પ્રકારની તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું. ફીફાએ જણાવ્યું કે, તેમની ૧૦ જાન્યુઆરી ૨૦૧૭ની બેઠકમાં જ તમામ સભ્ય દેશોની સલાહથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૪૮ ટીમોના વર્લ્ડ કપનો પ્રારંભ ૨૦૨૬થી કરવામાં આવશે.

આ વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્તિ યજમાનીમાં થશે. ૨૦૨૨ વર્લ્ડ કપ કતારમાં યોજાવવાનો છે. ત્યાંની આયોજન સમિતિ સાથે બેઠક કર્યા બાદ વર્તમાન સ્થિતિમાં ૪૮ ટીમો સાથે જવું શક્ય ન હોવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફીફાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, જૂનમાં યોજાનારા ફીફા ક્રોંગ્રેસમાં પણ વર્લ્ડ કપનો ફોર્મેટ બદલવાનો કોઈ પ્રસ્તાવ રખાશે નહીં.

Previous articleજૉસ બટલર ઈંગ્લૅન્ડનો નંબર-વન ડૅન્જરમૅનઃ પોન્ટિંગ
Next articleન્યુઝીલેન્ડ ટીમ પણ હમેંશા   પડકારરૂપ પુરવાર બની છે