POS મશીન વગર ખાતરનું વેચાણ કરતા ૨૨ વિક્રેતાઓના ID રદ કરાયા

732

વર્ષ-૨૦૧૮-૧૯માં સબસિડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ કરતા ૨૬૦ માંથી ૨૨ વિક્રેતાઓ પીએસઓ મશીનનો ઉપયોગ કરતા નહી કરતા હોવાનું એમએફએમએસ પોર્ટલથી ખબર પડતા વિક્રેતાઓને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો હતો. વિક્રેતાઓનો જવાબ સંતોષકારક નહી હોવાથી તેમના આઇ ડીને નાયબ ખેતી નિયામક વિસ્તર દ્વારા રદ કરવામાં આવ્યા છે.

સબસિડાઇઝ ખાતરનો ઉપયોગ ખેડુતો માટે થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાતરને નીમ કોટેડ કરવામાં આવ્યું છે. ઉપરાંત નિયત કરેલા વિક્રેતાઓની પાસેથી જ સબસિડાઇઝ ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખરીફ ઋતુમાં અંદાજે ૧.૪૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતરની શક્યતા રહેલી છે.

ખાતરની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વેચાણ સંઘ કે વિક્રેતાઓને પુરતા પ્રમાણમાં સબસિડાઇઝ રાસાયણિક ખાતરનો સ્ટોક રાખવાની સુચના આપવામાં આવી છે. સબસિડાઇઝ રાસાયણિક ખાતર ખેડુતોને જ મળી રહે તે માટે પીઓએસ મશીનથી જ ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં સબસિડાઇઝ રાસાયણિક ખાતરનો પરવાનો ધરાવી વેચાણ કરવા માંગતા કુલ ૨૬૦ વિક્રેતાઓને જિલ્લા ખેતી નિયામક વિસ્તરણ દ્વારા પીએસઓ મશીન આપવામાં આવ્યા છે. વિક્રેતાઓ દ્વારા પીઓએસ મશીનથી ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે કે નહી તેની ચકાસણી નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી દ્વારા આકસ્મિક કરી હતી. જેમાં છ વિક્રેતાઓ પીઓએસ મશીનવિના જ ખાતરનું વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું.  ત્યારબાદ એમએફએમએસ પોર્ટલથી ઓનલાઇન ડેટાના આધારે જિલ્લામાંથી ૩૨ વિક્રેતાઓ પીઓએસ મશીનથી સબસિડાઇઝ ખાતરનું વેચાણ કરતા હોવાનું જાણવા મળતા નોટીસ ફટકારી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન પીઓએસ મશીનના ઉપયોગ વિના જ સબસિડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ કરનારા ૨૨ વિક્રેતાઓના આઇ.ડી રદ કરવામાં આવ્યા હોવાનં નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી મહાવીરસિં વાઘેલાએ જણાવ્યું છે.

Previous articleગાંધીનગર-અમદાવાદ વચ્ચે માળી સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ બનશે
Next articleજિલ્લામાં ફાયર સેફ્ટીની ચુસ્ત અમલવારી માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તંત્રની બેઠક મળી