મુખ્યમંત્રીના હસ્તે ભાવનગરમાં અદ્યતન ઓડીટોરિયમનું લોકાર્પણ

1476
bvn1382017-10.jpg

રાજ્યકક્ષશ્રાના કળા મહાકુંભ સ્પર્ધાનું સમાપન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મંત્રીગણ, અધિકારીઓ, સ્પર્ધકો, નિર્ણાયકોની બહોળી ઉપસ્થિતી વચ્ચે સમાપન તેમજ શહેર જિલ્લાના વિવિધ લોક વિકાસના કાર્યોના લોકાર્પણ તથા અન્ય વિકાસ કાર્યોના ખાતમુર્હુત સરદારનગર સ્થિત ‘ઝવેરચંદ મેઘાણી’ઓડીટોરીયમ ખાતે યોજાયા હતા.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરી વિકાસ યોજના હેઠળ સરદારનગર ખાતે અતિ અદ્યતન ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ એ.સી.ઓડીટોરીયમ “ઝવેરચંદ મેઘાણી”નિર્માણ કરવામાં આવ્યુ છે ૧૦૩૮ સીટની ક્ષમતા ધરાવતા આ ઓડીટોરીયમમાં કલાકારો માટે લેડીઝ તથા જેન્ટસ માટે ગ્રીન રૂમ, સ્પીકર, મીરર, ટેબલ, કબાટ એટેચ ટોઈલેટ, બાથરૂમ સહિતની સુવિધાઓથી સજ્જ છે. પ્રેક્ષકો માટે પણ પિવાનું શુધ્ધ પાણી, પે એન્ડ યુઝ ટોઈલેટ આરામ દાયક સીટ સહિતની આલા દરજ્જાની સવલતો ઉપલબ્ધ છે.
આવા અદ્યતન ઓડીટોરીયમનો કુલ ખર્ચ રૂા.૧૮ કરોડ જેટલો થયો છે. જેનુ લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રભારી આત્મારામભાઈ પરમાર રાજ્યના રમતગત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી જશાભાઈ બારડ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિબાવરીબેન દવે, મેયર નિમુબેન બાંભણીયા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ સાંસદ, રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ મેયર બાબુભાઈ સોલંકી, તળાજા મત વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા અલંગ વિકાસ સત્તા મંડળના ગિરીશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ, સનતભાઈ મોદી જિલ્લા કલેકટર એચ.આર. પટેલ મ્યુ.કમિશ્નર મનોજ કોઠારી ભાવનગરના પૂર્વ કલેકટર વી.પી. પટેલ મહાનગર પાલિકાનો અધિકારી ગણ સહિતનાઓની ઉપસ્થિતીમાં આ હોલ આર્ટ ગેલેરીનું લોકાર્પણ યોજવામાં આવ્યુ હતું જેમા નિર્ધારિત સમય કરતા અડધા કલાક લેટ મુખ્યમંત્રીનુ આગમન થયુ હતું જેમાં સૌ પ્રથમ સરદારનગર સ્થિત ખોડીદાસ પરમાર મિની આર્ટ ગેલેરી તથા ત્યારબાદ મુખ્ય 

ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમનું મુખ્યમંત્રી રૂપાણીએ રીબીન કાપી ઝવેરચંદ મેઘાણીની મુર્તિને પૂષ્પમાલા અર્પણ કરી બંન્ને હોલનું નિરીક્ષણ કરી હોલની સુવિધા અંગે અધિકારી ગણ પાસેથી માહિતી મેળવી હતી ત્યારબાદ મુખ્યહોલ ખાતે કલામહાકુંભના સમાપન તથા વિજેતા સ્પર્ધકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજયો હતો જેમાં મુખ્યમંત્રી સહિતનાઓએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કલા મહાકુંભ અંગે રાજ્યના ખેલાડીઓની ઐતિહાસિક સિધ્ધીઓ તથા મોદી સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંગે સ્પર્ધકોને આપવામાં આવતુ પ્રોત્સાહન તથા કલા મહાકુંભને વિશ્વફલક સુધી લઈ જવા માટે સરકારની તત્પરતા અને ખેલાડીઓને આપવામાં આવતી સુવિધાઓ અને આર્થિક રાશી અંગે માહિતી આપી હતી ત્યારબાદ ભાવનગર જિલ્લાના પ્રભારી આત્મારામ પરમારે પ્રાસંગિક ઉદબોધનો અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની સિદ્ધીઓ વર્ણવી હતી અને સમગ્ર કાર્યક્રમને લઈને ભાવનગના મુખ્ય અતિથી કે આજે ગુજરાત દશેય દિશાઓમાં આગળ વધી વિકાસ કરી રહ્યો છે. આજે જ રીઝર્વ બેંક દ્વારા ઔદ્યોગિક મુડી રોકાણ અંગેના આંકડાઓ જાહેર કર્યા છે. જેમા ગુજરાત નંબરવન જાહેર થયુ છે દેશના કુલ મુડીરોકાણ પૈકી ૨૨ ટકા રોકાણ ગુજરાતે કર્યુ છે ત્યાર પછીના ક્રમે અન્ય રાજ્યો આવે છે આ સિધ્ધી નિષ્પક્ષ છે જાહેર થયેલ આંકડાઓ વિરોધીઓનુ મો બંધ કરવા પૂરતુ છે.
રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને હજુપણ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટીબદ્ધ છે. ખેલ સ્પર્ધાઓમાં પણ ગુજરાત પછાત ન રહે તે માટે સરકાર પ્રયત્નશિલ છે. ખેલ મહાકુંભ જેવો સુંદર શબ્દ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે મહાકુંભનો અર્થ થાય છે સમુદ્ર મંથનથી પ્રાપ્ત થયેલ કુંભ અને એ કળશમાં રહેલ અમી (અમૃત)થકી ખેલાડીઓને રોજગારીતો પ્રદાન થશે જ પરંતુ વિશ્વમાં ભારતદેશનું નામ રોશન થશે. 
આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની બે કલાનગરીનો ઉલ્લેખ કર્યો હતો જેમાં સયાજી રાવ ગાયકવાડની નગરી વડોદરા તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીનુ ગોહિલવાડ સ્ટેટ ભાવનગરે વિશ્વને કલાકારોની બહુમુલી ભેટ ધરી છે અનેક કલાના કસ્બીઓની સ્મૃતિ યાદ કરી ઉલ્લેખ કર્યો હતો સાથે સાથ જણાવ્યુ કે ધન્ય છે ભાવેણાની ભૂમિ ત્યારબાદ અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની નવ નિર્મિત કચેરીનુ સ્થળપર સ્ક્રીન પર રીમોટ વડે ઉદ્‌ઘાટન અને અકવાડા લેઈક એનુ પીકનિક પોઈન્ટ તથા ગંગાજળીયા તળાવ સ્થિત કરોડોના ખર્ચે નિર્માણ થનાર મલ્ટી લેવલ પાર્કીંગનુ ખાતમુર્હુત પણ કર્યુ હતુ કલા મહાકુંભમાં ભાવનગર તેમજ સુરત, અમદાવાદ, નવસારી, રાજકોટ સહિતના શહેરોમાંથી આવતા અને વિજેતા થયેલ સ્પર્ધકોને આર્થીક રાશી પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઘોઘા-દહેજ ફેરી સર્વીસ મુદ્દે હૈયા ધારણા
આર્ટ ગેલેરી તથા કલા મહાકુંભના સમાપન પ્રસંગે પધારેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના વકતવ્ય દરમ્યાન ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વીસનો ઉલ્લેખ કર્યો હતો અને રાબેતા મુજબ ફરિ એકવાર હૈયાધારણા આપતા જણાવ્યુ હતું કે ઘોઘા-તથા દહેજ ખાતે નિર્માણ કાર્યના કુલ કામ પૈકી ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ચુક્યુ છે હાલ માત્ર લીંક સ્થાન જોડાણ અંગેની ૧૦ ટકા કામગીરી બાકી રહેવા પામી છે. ચોમાસાના હેવી કરંન્ટને પરિણામે 
સૌ પ્રતમ સાતમ-આઠમ ત્યારબાદ ૧૫મી ઓગષ્ટે પણ લોકાર્પણ શક્ય બન્યુ ન હતું. પરંતુ હાલ વહીવટી તંત્ર તથા સરકાર દ્વારા સમગ્ર પ્રોજેકટ પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત આદરી છે અને આ માસાંન્તે યોજના પૂર્મ કરી લોકાર્પણ ચૂંટણી પૂર્વે કરી દેવામાં આવશે. પૂર્વ કોંગીઓનો ભાજપ પ્રવેશ મોકુફ
ઓડીટોરીયમ આર્ટ ગેલેરીનું લોકાર્પણ સાથે અન્ય વિકાસ કાર્યોના ખાતમુર્હુત કલા મહાકુંભનું સમાપન તથા વિજેતાઓના સન્માન સાથોસાથ તાજેતરમાં કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂ, પાલિતાણા લઘુમતી સેલના હાજી હૈયાતખાન બલોચ અને ભરત કોટીલા સહિતના કાર્યકરોનો ભાજપ પ્રવેશ કાર્યક્રમ નિર્ધારીત થયો હતો પરંતુ હૈયાતખાનને પક્ષમાં સમાવવા મુદ્દે યુવા 
મોર્ચામાં આંતરીક કલદ સાથે અસંતોષ કાર્યકરોમાં ફેલાતા પ્રદેશ પ્રમુખ તથા અન્ય દિગ્ગજોની સાથે ચર્ચા-વિચારણા બાદ આ પ્રવેશ અંગેનો મુદ્દો પડતો મુકવામાં આવ્યો હતો. જો કે કોંગીના બાગી સભ્યોને પક્ષમાં સમાવવા મુદ્દે વાટાઘાટો ચાલી રહી હોવા સાથે નજીકના દિવસોમાં મુર્હુત સાચવી લેવામાં આવે તેવી ચર્ચા જાણવા મળી છે.

Previous articleજીતુ વાઘાણીના કાર્યાલયનું રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન
Next articleપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની મહેસાણાની સૂચક મુલાકાતથી રાજકારણમાં ગરમાવો