શહેરમાં થયેલી લૂંટના ત્રણ આરોપી ઝડપાયા

840

ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોસઇ આર.જે. શુક્લાની સુચનાથી ભાવનગરગંગાજળીયા પો.સ્ટે.ના ડી સ્ટાફના માણસો પેટ્રોલિંગ તે દરમ્યાન તરુણભાઇ નાંદવા તથા સંજયસિંહ ઝાલા ને   બાતમી રાહે હકીકત મળેલ કે, ગંગાજળિયા  પોસ્ટેના ગુન્હાના કામે  આરોપી ભદ્રેશ ઉર્ફે ભદુ  ચંદુભાઈ જાદવ  ઉવ ૨૭ રહે- ભરતનગર ત્રણ માળીયા ભાવનગર, સદામ ઉર્ફે કાળું સત્તારભાઈ શાહ  ઉવ ૧૯ રહે. આનંદનગર  તથા એક કિશોર  ભાવનગર વાળા  હાલ ઉપરોકત તણેય જણા  જૂનાબંદર રોડ  મોંગલમાં ના મંદિર પાસે હીરોહોન્ડા  લઇ  પસાર થાય  છે. તેવી હકીકત આધારે વોચ ગોઠવી ઉપરોકત  ભાવનગર વાળો મળી આવતા મજકુરને પકડી પાડી યુક્તી પ્રયુક્તી થી પુછ-પરછ કરતા સદરહુ ગુન્હો કરેલાની કબુલાત કરતા ગંગાજળિયા પોસ્ટે ના લૂંટના ગુન્હાના કામે આજરોજ ધોરણસર અટક કરેલ છે.

Previous articleસિહોરમાં આખલાઓનો ત્રાસ : પો.સ્ટે. સામે લડાઇ કરતા અફડા-તફડી સર્જાઇ
Next articleભાવનગરનું ધો.૧૨ સા.પ્ર.નું ૮૧.૦૪ % પરિણામ