ચોરાણુંનુ રક્તટપકતું રોણું

0
307

રવાન્ડા દેશના ઇતિહાસ સાથે એક કરુણ ઓળખ જોડાઈ ગઈ છે, તે છે સને ૧૯૯૪ જાતિ સંહાર .માત્ર ૧૦૦ દિવસમાં ૧૨ લાખથી વધુ લોકોની કત્લ.

લોહીના ખાબોચીયામાં તરફડતું જીવન, હજારો હાથ પગ અને માનવ અંગો થી સડકો લથબથ, માનવ ખોપરીઓ રઝળતી જોવા મળી એટલું જ નહી સ્થાનિકોના કહેવા મુજબ કિગાલીના એક મેદાનમાં કેટલાક લોકોએ ખોપરીઓને ફૂટબોલ બનાવીને રમત રમી.સન ૯૪ ની ૭ મી એપ્રિલથી શરૂ થયેલાં આ નરસંહારની કાળમુખી શાબ્દિક તસવીરો.એક પંકિતમાં કહેવાય.

” શ્ર્‌વાસનો ભાર લાગે છે,મોત લાચાર લાગે છે.

લાગણી સૌ હણાઇ પછી? દર્દ આધાર લાગે છે.”

માણસની લાગણીઓને સતત ઉશ્કેરવામાં આવે તેને સતત દૂષ્પ્રેરિત કરવામાં આવે ત્યારે સંવેદનાઓ રુઢ થઈ જાય. વિચાર ગાંઠ ફ્રીજ થાય, તે માણસ કેવું કૃત્ય કરે ..! શું કરે તે નક્કી નહીં .ત્યારે આવી ઘટનાઓને અંજામ મળે છે.

સન ૧૯૬૫થી રવાન્ડાને સ્વતંત્રતાનો સ્વાદ ચાખવા મળ્યો. પણ બહુમત હુતું જાતિના લોકો સત્તાના સિંહાસન પર ચડી બેઠા હતાં. એનકેન પ્રકારે તે જાતિના લોકો લઘુમતી તુત્સી જાતિને કે તેને પ્રતિનિધિત્વ આપતાં ન હતાં. એટલું જ નહીં તે લોકો સતત એવું માનતાં હતાં કે આ રાજસત્તામાં અમને પુરતું મહત્વ હોવું જોઈએ.તેની અવગણના અકળામણમાં પરિણમી.તેનાથી બંને જાતિ વચ્ચે તનાવ પેદા થયો આ તનાવ હિંસામા તબદીલ થયો.

સન ૧૯૯૦થી આ બન્ને જાતિઓ વચ્ચે નાના-મોટા સંઘર્ષ અને અથડામણની શરૂઆત થઇ. ૧૦-૨૦-૫૦ લોકોની આપસઆપસમાં હત્યાઓની ઘટનાઓ લગભગ રોજિંદી બની હતી.એકબીજા જુથ વચ્ચે વૈમનસ્ય વધતું ચાલ્યું.સરકાર કે તેના પાડોશી દેશોએ આગને ઠારવાં કોઇ નક્કર પરિણામલક્ષી પગલાં ન લીધા. પરંતુ કોઈ દેશના નામ લખ્યા વગર કહેવાય કે જે દેશો તેની પ્રાકૃતિક સંપદાને શોષિત કરવા ઈચ્છતાં હતાં તેની નિયત આ દેશ માટે શ્ર્‌વેત ન હતી.માનવ સહજ દૂષિતગ્રંથિ હોય તેનો લાભ લેવાનો તર્ક તેઓએ વધારે લડાવ્યો.હવે સંઘર્ષ છેલ્લા ને આખરી તબક્કામાં હતો તેમાં એક ઘટનાએ આ ક્રોધના દાવાનળને જાણે બ્લાસ્ટમાં બદલી દિધો.

૬ એપ્રિલ ૧૯૯૪ ના દિવસે પાડોશી દેશ બરૂડ્ડીના પ્રમુખ સિપ્રેન અને રવાન્ડીયન પ્રમુખ  હિબોઅરીનામા એરપોર્ટ પર હવાઈજહાજમાં બોર્ડ થતાં હતાં, બંને પ્રમુખો હુતુ જાતિના હતાં.અને ક્યાંકથી રોકેટ હુમલો થયો,હવાઇ જહાજના ફુરચા ઉડી ગયાં, કલ્પના થાય કે તેમાં બંનેના મૃતદેહોને શોધવા પણ અઘરાં થયાં હોય.ત્યારે હુતુ જાતિના લોકોની માનસિક સંતુલિતતા તીતર બીતર થઈ ગઈ. સમગ્ર દેશમાં હુતુ લોકોએ તુત્સિ લોકોની કત્લેઆમ શરૂ કરી.’થામ્બા’ નામનું એક ધારદાર હથિયાર જે પશુઓની કતલ માટે વપરાય છે, ત્રણેક ફૂટનું ધારિયું સમજી લો. તેને લઈ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં. તે સમયે ત્યાં ઓળખપત્ર પર જાતિનો ઉલ્લેખ થયેલો હતો જેની તુત્સિ જાતિ હતી તેની હત્યાઓ કરવામાં આવી. કેપિટલ કિગાલીમાં જ બાર લાખથી વધુ લોકોના લોહીથી સડકો રક્તવર્ણી બની.દેશ આખો કાપાકાપી ને અરાજકતામાં ડૂબી ગયો.આંતરરાષ્ટ્રિય મંચ પણ આ દેશની વહારે ન આવ્યો.

ગુજરાતી દંપતિએ આ દિવસોનું વર્ણન કરતા કહ્યું, ”  અમે લગભગ બે દિવસ સુધી અમારા ઘરના કબાટ પાછળ સંતાયેલા રહ્યા.સતત બે દિવસ સુધી માનવ ચિચિયારીઓ,ગ્રેનેડના ધમાકાઓ, બંદૂકના ધડાકા સંભળાતાં રહ્યા. જોકે અમે ત્યારે એક ગામડામાં હતા,ત્યાં પણ આવી સ્થિતિ હતી તો કિગાલીની તો વાત જ શું કરવી ?!! લગભગ અમો બે -ચાર દિવસ સુધી સતત સુનમુન , ભૂખ્યાં, તરસ્યાં બેસી રહ્યા હતાં. એ દિવસો આજે પણ યાદ કરીએ છીએ તો ભોજન ભુલાઈ જાય છે.”

મેં ૨૩ એપ્રિલ ૧૯ ના રોજ જ્યારે જેનો સાઈડ મેમોરિયલની મુલાકાત લીધી.ત્યારે આ અતિ હ્રદયદ્રાવક પ્રકરણને બરાબર ૨૫ વર્ષ પૂરાં થયાં હતાં. મેમોરિયલમાં બનાવેલ સ્મૃતિ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવા આવનાર એક મહિલાની પાંપણમાં આજે પણ સાવન ભાદોનું ચોમાસું ઉમડી આવ્યું. તે મારી નરી આંખે અનુભવ કર્યો.ત્યારે મારી આંખો પણ નમી ને રોકી ન શકી !! મારો તાદ્રશ્ય અનુભવ ૨૫ વર્ષ પહેલાની કલ્પનાઓથી મન એકદમ વિચલિત થઈ ગયું,અરે….!!!? આવા અનેક મેમોરિયલ ગામડે ગામડે પણ છે તેવું જાણવા મળ્યું.

તુત્સિ જાતિના પોલ કગામે સાંપ્રત સરકારનાં સુબા છે. તેઓએ આર.પી.એફ.એટલે કે રવાન્ડીયન પેટ્રીએટ ફ્રન્ટ નામની એક સંસ્થા ઊભી કરી હતી.જે તુત્સિ જાતિના હક- હિતો માટે હિંસક રીતે લડતી હતી. તેઓ શરીરે ખડતલ, કદાવર હોવાથી હુતુ જાતિના લોકો પર સારો પ્રભાવ પાથરી શક્યાં.તેણે કેપિટલ કિગાલી કબ્જે કરવા તે તરફ કૂચ કરી. ત્યાંની સ્થાનિક મિલિટરીમાં પણ તેમનું ખાસ વર્ચસ્વ હશે. તેથી તેનો પણ ટેકો મળી રહ્યો હોય.

આખરે આર.પી.એફે જૂન મહિનાના અંતમાં કિગાલી શહેર પર કબજો કરી લીધો.સતાના સૂત્રો પોતાના હાથમાં લઈ ૧૦૦ દિવસના મહાવિનાશક ક્ષણોનો હવે અંત આણ્યો. નવોન્મેષિ રવાન્ડાની આગેકદમનો પ્રારંભ થયો.આજે દુનિયાના બધા દેશોમા આ રાષ્ટ્ર અગ્રહરોળનો વિકાસ ધરાવે છે.જે ગૌરવ પ્રદાન ગણી શકાય.જાપાનની જેમ જ આ દેશની પ્રગતિની દુનિયાએ નોંધ લેવી પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here