મોતીતળાવ અલંગના ડેલામાં વિકરાળ આગ

781

ભાવનગર શહેરનાં કુંભારવાડા, મોતીતળાવ ખાતે વીઆઇપી પાર્કમાં આવેલા અલંગના ભંગારનાં ડેલામાં મોડી સાંજે વિકરાળ આગ લાગતા લાખો રૂપિયાનો અલંગનો ભંગારનો સામાન બળીને પાક થઇ ગયેલ. જેેને ફાયર બ્રિગેડનાં જવાનોએ બે ગાડી પાણી છાંટીને બુજાવી દીધી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે મોડી સાંજે પોણા આઠ વાગ્યાના સુમારે સાજીદભાઇ લાખાણી નામના વ્યક્તિએ કુંભારવાડા, મોતીતળાવ, વીઆઇપી પાર્કમાં અલંગનાં ભંગારના ડેલામાં આગ લાગી હોવાનો ટેલીફોનિક સંદેશો આપતા તુરંત જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જતા વીઆઇપી પાર્કનાં પ્લોટનં.સી-૮ મફદીભાઇની માલીકીનાં અને અબુભાઇ ધાનાણીની ભોગવટાવાળા અલંગનાં ભંગારના ડેલામાં વિકરાળ આગ લાગેલી જેને ફાયર બ્રિગેડના સ્ટાફે બે ગાડી પાણી છાંટીને ભારે જહેમત બાદ આગ બુજાવી હતી. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે આગનું કારણ અને નુકશાનીનો આંક જાણવા મળેલ નથી. પરંતુ આગમાં લાખો રૂપિયાનું નુકશાન થયાનું ચર્ચાઇ રહ્યું છે.

વડવા તલાવડી ઇલે.દુકાનમાં લાગેલી આગ

શહેરના વડવા તલાવડી, રેલ્વે ક્રોસીંગ પાસે આવેલી ક્રિષ્ના ઇલેકટ્રીકની દુકાનમા ંઆગ લાગ્યાની જાણ વાસુદેવભાઇ નામનાં વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જતા ક્રિષ્ના ઇલેકટ્રીક નામની દુકાનમાં મીટરના પેનલ બોર્ડમાં આગ લાગેલી જેને ફાયર બ્રિગેડે પ્રાથમિક કામગીરી કરીને બુજાવી દીધી હતી.

Previous articleખેડૂતોનાં વિવિધ પ્રશ્નો અંગે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા રેલી
Next articleશરદ મલ્હોત્રા યશા રુઘાણી ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી!