ગાંધીનગરમાં બ્રહ્મ સમાજનું વિરાટ શક્તિ પ્રદર્શન

0
314
gandhi2812018-4.jpg

ગાંધીનગરમાં બ્રહ્મ સમાજનું વિરાટ શક્તિ પ્રદર્શન  યોજાયું હતું સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગાંધીઆશ્રમ થી ગાંધીનગર સુધી યોજાયેલી રેલીમાં હજારો લોકો જોડાયા હતા.  બ્રહ્મસમાજને કનડતા પ્રશ્નો અને સમસ્યાઓ પ્રશ્ને યોજાયેલ રેલીમાં પોતાના અધિકારોના રક્ષણની માંગ સાથે  બ્રહ્મ સમાજે સરકાર સામે શક્તિ પ્રદર્શન કર્યું હતું આ રેલી સત્યાગ્રહ છાવણી પાસે સભામાં ફેરવાઈ ગઈ હતી. 
શક્તિ પ્રદશન કરી રહેલા બહ્મસમાજની માગ છે કે છેલ્લા બે વર્ષથી  બહ્મ સમાજ દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરીને ગુજરાતમાં બહ્મ સમાજ માટે આયોગની રચના  કરવામાં આવે. જેથી રાજ્યમાં જે બ્રાહ્મણો ગરીબી છે. જે  કર્મકાડથી પોતાનું ગુજરાન વ્યવસ્થીત ચલાવી શક્તા નથી. તેવા લોકોને આ આયોગના માધ્યમથી મદદ કરવામાં આવે. પરંતુ સરકારે બે વર્ષથી આ મામલે કોઇ વિચાર કર્યો નથી. જેથી આ શક્તિ પ્રદર્શનના માધ્યમથી સરકાર જાગે અને બહ્મસમાજ માટે આયોગની રચના કરે અને જો સરકાર આયોગની રચના નહીં કરે તો આગામી દિવસોમાં બહ્મસમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે   સભા બાદ બ્રહ્મ સમાજના  આગેવાનોએ એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here