પાલીતાણા અને ગારિયાધાર પંથકમાંથી રૂા.૧૪.૨૬ લાખની વીજચોરી ઝડપાઇ

1019

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા આજે પાલીતાણા અને ગારિયાધાર પંથકમાં વીજચોરી અંગે એક સાથે દરોડો પાડીને રૂા.૧૪.૨૬ લાખની વીજચોરી ઝડપી લીધી હતી.

પશ્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા આજે ભાવનગર જિલ્લાનાં પાલીતાણા અને ગારિયાધાર પંથકમાં વહેલી સવારથી વીજ ચેકીંગ કામગીરી શરૂ કરી હતી. જેમાં પોલીસ તથા એક્સ આર્મીના ં બંદોબસ્ત સાથે વીજકંપનીની એક સાથે ૪૦ ટીમો જુદા જુદા પંથકમાં ત્રાટકી હતી અને રહેણાંકી, ખેતીવાડી, સહિતના ૫૫૩ કનેકશનો જુદા જુદા વિસ્તારો, ગામોમાં ચેક કર્યા હતા. કુલ ૧૦૭ કનેકશનોમાંથી ગેરરિતી મળી આવતા કુલ ૧૪.૨૬ લાખના દંડનીય બીલો ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

થોડા દિવસ પૂર્વે પાલીતાણામાં જૈન ધર્મશાળામાંથી ચેકીંગ સ્કવોર્ડ દ્વારા રૂટીન ચેકીંગ દરમ્યાન મીટરમાં ગેરિરીતી જણાતા મીટર ચેકીંગ માટે વીજકચેરીએ લઇ જતા અને ચેકીંગ દરમ્યાન ગેરરિતી પકડાતા લાખો રૂપિયાનો દંડ ફટકારવા ઉપરાંત ૧૩૫ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આમ ગ્રામ્ય પંથકમાં વીજ કંપની દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

Previous articleકારોબારી બેઠકમાં પ્રજાકિય પ્રશ્નો અંગે સભ્યોએ કરેલી તડફડની રજૂઆતો
Next articleબોલે ચુડિયા ફિલ્મથી અંતે મૌની રોયને આઉટ કરાઇ