ટ્રેનમાં નેતાઓની મજાક કરી સોશ્યિલ મિડિયામાં ધૂમ મચાવતો અવિનાશની ધરપકડ

666

રેલવે પોલીસ ફોર્સે સુરતનાં અવિનાશ દુબે નામના રમકડા વેચનાર ફેરિયાની ધરપકડ કરી લીધી છે. જે ઘણાં દિવસથી તેના આગવા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો હતો. અવિનાસ આમ તો બનારસનો છે પરંતુ તે સુરતની આસપાસની ટ્રેનોમાં રમકડા વેચતા વેચતા નેતાઓની મજાક કરે છે. જેમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ ફેરિયાને  રેલવે કોર્ટે રૂપિયા સાડા ત્રણ હજારનો દંડ અને ૧૦ દિવસની સજા કરી છે.

આરપીએફે અવિનાશ પર ટ્રેનમાં ગેરકાનુની રીતે ઘુસીને જોર જોરથી બૂમો પાડી તથા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા સહિત અન્ય મામલામાં એફઆરઆઈ નોંધી છે. અવિનાશ પર ગૈર કાનુનીરીતે સામાન વેચવાનો પણ આરોપ છે. જોકે સોશિયલ મીડિયામાં લોકો આ રમકડા વેચનાર ફેરિયાની પ્રસંશા કરતો દેખાય છે. વીડિયોમાં જ્યારે આ ફેરીયાને પૂછ્યું કે તમારૂં નામ શું છે? ’મારૂં નામ અવધેશ દુબે, દેખે નહીં ૫-૬ કો ઇધર હીં લે ડૂબે. નામ હી પ્રોબલેમ હે હમારા.’

Previous articleઇંગ્લેન્ડ આ વખતે હોટફેવરીટ ટીમ તરીકે હોવાનો થયેલ દાવો
Next articleએનએચઆરસીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પાસે ફાયર સેફ્ટી અંગે રીપોર્ટ માગ્યો