જાફરાબાદ ન.પા. એ ફાયર સેફ્ટી વિનાની ઇમારતોને નોટીસો પાઠવી

593

સુરતની ઘટનાને પગલે. જાફરાબાદ નગર પાલીકા સતૅકમા આવી અને  આજે જાફરાબાદ ની અનેક બહુમાળી ઇમારતો તો તેમજ સેફ્ટી વગરની સ્કૂલમાં નોટિસ મારી સીલ કરવામાં આવી હતી આજે રોજ નગરપાલીકાના ચિફ ઓફીસર ચારૂબેન દ્ગારા જાફરાબાદ ના મોટા ઊચાણીયા વિસ્તારમાં માં ચાલતી અભિનવ  સ્કૂલમાં તપાસ કરતા તેમાં ફાયર સેફ્ટી ના નામે  કશું જોવા ન મળતા સંચાલક ને તાત્કાલિક સ્કૂલ બીજી બાજુ બદલાવવા  આદેશ કરાયો હતો જાફરાબાદ ના અન્ય ટ્યુશન કલાસીસ ના સંચાલકો ને નોટીસ આપી  ફાયર સેફ્ટી વિષે સલાહ આપવામાં આવેલ સુરત ની ઘટના ના ભાગ રૂપે સૌરાષ્ટ્ર માં ચાલતા એનેક બિન કાયદેસર ટ્યુશન કલાસીસ પર હાલ સરકાર ની બાજ નજર છે ત્યારે જાફરાબાદ ના મહિલા ચિફ ઓફીસર ચારૂબેન અને નગરપાલિકા ની ટીમ  તથા મામલતદાર તથા પોલીસ  દ્વારા  જર્જરીત ઇમારતો ને નોટીસ આપવામાં આવેલ હતી.

Previous articleગઢડાનાં લૂંટ, અપહરણનાં ગુનાનાં ફરાર આરોપીને બોટાદ પોલીસે ઝડપી લીધો
Next articleવિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું