શેરબજારમાં હાલ પ્રવાહી સ્થિતિ રહી શકે છે : પરિબળો ઉપર નજર

427

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. અનેક હકારાત્મક પરિબળોની અસર જોવા મળી શકે છે જેમાં જીડીપી ડેટા, આરબીઆઈની પોલિસી સહિતના આઠ પરિબળોનો સમાવેશ થાય છે. આ પરિબળો બજારની દિશા નક્કી કરી શકે છે. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ૦.૭ ટકાનો ઉછાળો છેલ્લા સપ્તાહમાં જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો લોકસભાની ચૂંટણીમાં મળી ગયા બાદ વિદેશી મૂડી પ્રવાહની સ્થિતિ મજબૂત બની રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતાં ભારતીય બજારમાં માટે ખુબ સારી સ્થિતિ જોવા મળી રહી છે. એનડીએ સરકારની સત્તામાં વાપસી થતાં સુધારાની પ્રક્રિયા વધુ ઝડપતી આગળ વધી શકે છે. વિકાસમાં વેગ આવી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં અર્થપૂર્ણ કરેક્શનના લીધે તેજીના સંકેત મળી રહ્યા છે. આ સપ્તાહના ગાળા દરમિયાન  ક્રૂડ ઓઇલની કિંમતમાં આશરે સાત ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે. આવનાર સપ્તાહમાં અનેક મોટા ઘટનાક્રમની અસર જોવા મળશે. જુદા જુદા પરિબળોની અસર વચ્ચે આરબીઆઈની પોલિસી સમીક્ષાની સાથે સાથે માઇક્રો ઇકોનોમિક આંકડાની અસર પણ દેખાશે. ભારતના ચોથા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા શુક્રવારના દિવસે શેરબજારના કારોબાર બાદ જારી કરવામાં આવ્યા હતા જેમાં જાન્યુઆરી-માર્ચના ગાળા દરમિયાન વિકાસદર ૫.૮ ટકા દર્શાવવામાં આવ્યો હતો જે સૌથી ઓછો વિકાસદર રહ્યો છે. છેલ્લા ૧૭ ત્રિમાસિક ગાળામાં આ સૌથી ઓછો વિકાસદર રહ્યો હતો. બીજી બાજુ આંકડા દર્શાવે છે કે, ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટના આંકડા એક વર્ષ અગાઉની સરખામણીમાં ૨.૬ ટકા રહ્યા છે. સરકાર વર્ષ ૨૦૧૯ માટે જીડીપીના ૩.૪ ટકાના ફિસ્કલ ડેફિસિટના આંકડાને હાંસલ કરવામાં સફળ રહી છે. એફપીઆઈના આંકડાની અસર પણ જોવા મળી રહી છે. ઇસીબી પોલિસીની બેઠક, ક્રૂડ ઓઇલની કિંમતોની અસર દેખાશે. ઓટોના શેરમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત રહેશે. કારણ કે, સ્થાનિક ઓટો મોબાઇલ કંપનીઓ દ્વારા મે મહિના માટે તેમના વેચાણ આંકડા જારી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભારતની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં વેચાણનો આંકડો ૨૩.૧ ટકા ઘટીને રહ્યો છે. તાતા મોટર્સ દ્વારા પણ સ્થાનિક વેચાણના આંકડા બે મહિના માટે જારી કરવામાં આવતા આંકડો ૨૬ ટકા ઘટી ગયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આંકડા પણ જારી કરાયા છે. વૈશ્વિક પરિબળોની વાત કરવામાં આવે તો યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠકના પરિણામ ગુરુવારે જારી કરાશે જેમાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવાશે જેની સૌથી વધારે અસર દેખાશે તે આરબીઆઈની પોલિસી અને જીડીપી ડેટા આઠ પરિબળોમાં સામેલ છે.

Previous articleFPI દ્વારા મે મહિનામાં કુલ ૯,૦૩૧ કરોડ ઠલવાયા
Next articleબનાસકાંઠામાં રીંછનો આતંક : અમીરગઢના ડેરી ગામમાં ખેડૂત પર હુમલો કર્યો