વૃદ્ધાવસ્થા અને શારીરિક પ્રવૃત્તિઓ

817

ઘડપણમાં શરીર નબળું પડે છે. તેથી વૃદ્ધોની શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય છે. જો કે ઘણાં વૃદ્ધો સક્રિય રહેતાં હોય છે. ઘડપણમાં રોગોનું પ્રમાણ વધે છે તેમ શરીર સાથ આપતું નથી. તેમ છતાં મર્યાદામાં રહીને શક્ય એટલો વ્યાયામ ચાલુ રાખવો. વ્યાયામ મનને પ્રફુલ્લિત રાખે છે. મિત્રો, સ્વજનો અને સરખી ઉંમરના લોકો સાથે ગ્રુપ બનાવીને વ્યાયામ કરવાથી સામાજિક સંપર્કો વધે છે અને એકતા અનુભવાય છે.

કસરતથી થતા લાભ :

શરીર ચુસ્ત, સ્ફૂર્તિલુ રહે છે. સ્નાયુઓનું જોમ વધે છે. સાંધાઓ લચીલા રહે છે. શરીરના જુદા જુદા અંગો વચ્ચેનું સહ નિયમન સુધરે છે. સંતુલન જાળવી શકાય છે. લોહીનું દબાણ અને વજન નિયંત્રણમાં રહે છે. હ્યદયરોગનું જોખમ ઘટે છે. કેટલાંક પ્રકારના કેન્સર તેમજ મધુપ્રમેહનો ભય ટળે છે. અકસ્માત અને તેનાથી થતા ઇજાઓ સામે રક્ષણ મળે છે. નિયમિત કસરતથી હાડકા મજબુત થાય છે. માનસિક હળવાશ જણાય છે. તણાવ ઘટે છે. ચિંતા અને હતાશા ઓછા થાય છે. અંગો હલકા અને ચપળ બને છે. સારાપણાની લાગણી સંતોષાય છે. સ્વનિર્ભરતા કેળવાય છે.

કસરક શરૂ કર્યા પછી પડતી મૂક્યા બાદ એના ઉપર વર્ણવેલાં લાભો દૂર થાય છે. શારીરીક તકલીફોને કારણે ઝાઝી કસરત ન કરી શકો તો રોજ ટૂંકાગાળા માટે પણ જાળવી રાખશો.

કઇ કસરતો કરવી જોઇએ :

ચાલવાની કસરત સૌથી સરળ, સલામત અને કૂદરતી છે. એના માટે કોઇ વિશેષ સાધનો કે આવડતની જરૂર પડતી નથી. નિયમિત ચાલવાથી સ્નાયુઓ મજબુત બને છે. શરીરનું સંતુલન સુધરે છે અને અંગસ્થિતિ મજબુત બને છે. આ ઉપરાંત બાગકામ, ઘરનું નાનું મોટું કામ, સાયકલ ચલાવવી, તરવું, દાદર ચડ-ઉતર કરવા તથા અન્ય શોખ કેળવવા, આ તમામ કસરતો વિવિધતા આપે છે. શરીરની ક્ષમતા પ્રમાણે કસરત કરવી. અતિ ઉત્સાહી બનવું નહીં.

 

હ્ય્દયરોગ (કોરોનરી રોગને અનુલક્ષીને) સ્ટ્રોક (પક્ષઘાત વગેરે) અને વૃદ્ધાવસ્થા

હ્ય્દય અને રૂધિરાભિસરણ તંત્રના રોગો સમગ્ર વિશ્વમાં વૃદ્ધાવસ્થા દરમ્યાન થતાં મૃત્યુનાં કારણોમાં મુખ્ય છે. વિકાસશીલ દેશોમાં આ રોગોનું પ્રમાણ વધ્યું છે. સ્વસનતંત્રના ચેપીરોગો બીજા ક્રમે છે. તેમ છતાં સમગ્ર વિશ્વની દ્રષ્ટીએ જોઇએ તો આ રોગોથી થાત મૃત્યુના કુલ કિસ્સાઓમાંથી બે તૃતીયાંશ જેટલા વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. આ બિમારીઓમાં હ્‌દયરોગ (હ્યદયને શુદ્ધ લોહી પુરૂ પાડતી કોરોનરી ધમનીમાં અવરોધ આવવાથી થતો હાર્ટએટેક) અને પક્ષઘાતનાં હુમલાનો (સ્ટ્રોક) સમાવેશ થાય છે. પાંસઠ વર્ષથી મોટી ઉંમરના સ્ત્રી-પુરૂષોમાં હ્યદય અને રૂધિરાભિસરણ તંત્રને લગતાં રોગોને કારણે થતાં કુલ મૃત્યુમાંથી ૮૦ ટકા હ્ય્દયરોગ અને પક્ષઘાતનાં હુમલાથી થાય છે. તેની ટકાવારી પુરૂષોમાં વધારે જોવા મળે છે. રજોનિવૃત્તિ પછી સ્ત્રીઓમાં તેનુ જોખમ વધે છે.

જોખમી પરિબળો : રીસ્ક ફેકટર્સ) :

પરિવર્તનશીલ પરીબળો : લોહીનું બેકાબુ ઉંચુ દબાણ – બેકાબુ મધુપ્રમેહ – સ્થુળતા – બેઠાડું જીવન – અતિશય માનસિક તાણ – અસમતોલ આહાર, લોહીમાં કોલેસ્ટ્રોલની ઉંચી માત્રા તથા અમૂક અજાણ્યા પરિબળો. ઉપરોક્ત પરિબળોને પરિવર્તન કરીને હ્યદયરોગ તથા સ્ટ્રોક (લકવા વી)ને અટકાવી શકાય.

અપરિવર્તનશીલ પરિબળો :

વારસાગત – ઉંમર – સ્વભાવ આ ત્રણેયમાં આપણે કઇ કરી શક્તા નથી.

અટકાવવાના ઉપાયો :

હ્યદયનાં રોગો અયોગ્ય જીવનશૈલીને લીધે થાય છે. યુવાન વયે જ જો સ્વસ્થ જીવનશૈલી કેળવવામાં આવે તો વૃદ્ધાવસ્થા દરમ્યાન હ્યદયરોગ અને પક્ષઘાતનાં હુમલાને રોકવામાં ઘણી મદદ મળે છે. આ માટે ઉપર જણાવેલાં વિવિધ જોખમી પરિબળોને વેળાસર કાબુમાં લેવા જોઇએ. નીચેના ઉપાયો કરવાથી હ્યદય અને રૂધિરાભિસરણનાં વિવિધ રોગોથી બચી શકાય છે.

લોહીનું દબાણ નિયંત્રણમાં રાખવું, તમાકુનો ઉપયોગ કોઇપણ સ્વરૂપમાં કરવો નહીં, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય તો વજન ઘટાડી, નિયમિત કસરત કરી, આહાર નિયંત્રણ અને દવાઓ દ્વારા કાબુમાં રાખવું, વજન વધારે રહેતું હોય તો ઓછું કરવું. શું ખાવું અને શું ન ખાવું તે બરાબર યાદ રાખવું. આહારમાં ચરબી અને કેલરીનું કુલ પ્રમાણ વધારે રહેતું હોય તો યોગ્ય ઉપાયો દ્વારા ઓછું કરવું. શું ખાવું અને શું ન ખાવું તે બરાબર યાદ રાખવું. આહારમાં ચરબી અને કેલરીનું કુલ પ્રમાણ ઘટાડવું. નિમક (સોલ્ટ)નું પ્રમાણ ઘટાડવું.

ઉપરોક્ત ઉપાયોથી મૃત્યુનું પ્રમાણ ચોક્કસ ઘટે છે. એવું ઘણાં દેશોના અભ્યાસથી પૂરવાર થયું છે.

Previous articleપ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગરની આરઆર સેલ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે