ભુરખીયા હનુમાનજી મંદિરની સફાઇ કરતા બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદનાં સભ્યો

673

અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે સફાઈ મિલિટરી ની છાપ ધરાવતી અમદાવાદ ની બાપા સીતારામ ટ્રસ્ટ નું સફાઈ અભિયાન દિવસે પોતા ના પરિવાર ના ગુજરાન માટે કામ ધંધો વેપાર બિઝનેશ  ઉદ્યોગ કરતા સુખી સંપન્ન પરિવાર ના યુવાનો ની અમદાવાદ સ્થિત સંસ્થા બાપા સીતારામ ટ્રસ્ટ સફાઈ મિલિટરી ની છાપ ધરાવે છે. આ યુવાનો નું હોલીડે એટલે ગુજરાત નું કોઈ પણ એક ધર્મ સ્થાન પસંદ કરી પોતા ના સ્વ ખર્ચે પહોંચી જાય છે કચરા પોતા ડસ્ટબીન ફીનાઇલ સાવરણા સાવરણી સુપડા સુપડી એસિડ સહિત સમાન યુનિફોર્મ માં સજ્જ થઈ મિલિટરી માફક ધર્મ સ્થાન નો ખૂણે ખૂણો સાફ સફાઈ કરે છે.

ગુજરાત ભર માં દરેક ધર્મ સ્થાન સોમનાથ દ્વારકા અરણેજ બુટભવાની મંદિર રાજપરા ખોડિયાર સતાધાર કચ્છ માતા નો મઠ બગદાણા ચોટીલા કાગવડ સહિત ના ધર્મ સ્થાન પૅકી કોઈ પણ એક ધર્મ સ્થાન માં દર રવિવારે સ્વ ખર્ચે પહોંચી સુંદર સફાઈ અભિયાન આદરે છે અને સાથે સ્વંયમ શિસ્ત માટે અપીલ કરે છે પદ પ્રતિસ્થા માન સન્માન કે પ્રસિદ્ધિ ની કોઈ અપેક્ષા વગર સફાઈ અભિયાન ચલાવે છે.

ભુરખિયા હનુમાનજી મંદિરે અમદાવાદ ની બાપા સીતારામ ટ્રસ્ટ ની સફાઈ સેવા સાથે હદયસ્પર્શી અપીલ ધર્મસ્થાન નું ઔચિત્ય જાળવો સ્વચ્છતા ના હિમાયતી બનો જ્યાં ત્યાં ગંદકી ન કરો ની શીખ સાથે ધર્મ સ્થાન ની સાથે સ્મશાન ગૃહ પણ સફાઈ કરી હતી સ્વંયમ શિસ્ત સ્વચ્છતા ની હિમાયત કરતા યુવાનો નું હોલીડે એટલે સફાઈ અભિયાન ગુજરાત ભર માં ધર્મ સ્થાનો ની સ્વચ્છતા માટે તત્પર રહેતી સંસ્થા પોતા ના સ્વખર્ચે પહોંચી દિવસ ભર સફાઈ કરી ધર્મસ્થાન ના ખૂણે ખૂણા ની સુંદર સફાઈ કરી ચકચકિત કરી દેતા યુવાનો રવિવારે સુપ્રસિદ્ધ ભુરખિયા પધારી સફાઈ અભિયાન ચલાવ્યું અને ભુરખિયા હનુમાનજી મંદિર ઉપરાંત ભુરખિયા નો મોક્ષધામ સ્મશાન ની પણ સુંદર સફાઈ કરી હતી.

Previous articleસુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ખોદવાના કામમાં ભ્રષ્ટાચાર
Next articleભાલની ઉજ્જડ ભૂમિમાં પ્રગતિશીલ ખેડૂતે દાડમનો પાક લહેરાવ્યો