ચોરીનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી

516

એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં સ્ટાફને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, દાઠા પો.સ્ટે.ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી બનેસંગભાઇ ચીથરભાઇ મોરી ઉર્ફે. (બી.સી.મોરી) રહે.વરતેજ વાળો ભાવનગર ગઢેચી વડલા હનુમાનજીમંદિર પાસે પાનના ગલ્લે ઉભો છે.તે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોક્ત ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી બનેસંગભાઇ ચીથરભાઇ મોરી ઉર્ફે. (બી.સી.મોરી) ઉ.વ.૩૪ રહે.વરતેજવાળો મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને બોરતળાવ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે. મજકુર ઇસમની પુછપરછ કરતાં પોતાને ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ. આમ,ભાવનગર દાઠા પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુન્હામાં છેલ્લાં દસેક માસથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

Previous articleરાણપુર પોલીસે ૨૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
Next articleઘોઘા ખાતે મેળો યોજાયો