રાજધાની-શતાબ્દી ચલાવવાની જવાબદારી પ્રાઈવેટ સેક્ટરને આપવાની તૈયારીમાં સરકાર

606

રેલવેની દશા સુધારવાના પ્રયત્નોમાં વ્યસ્ત રેલ મંત્રાલય મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. મંત્રાલય પ્રવાસી ગાડીઓની સેવાઓ હવે પ્રાઈવેટ ક્ષેત્રને સોંપી શકે છે. આવનારા સમયમાં રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનો ચલાવવાની જવાબદારી કંપનીઓને મળી શકે છે. તેને લઈને આવનારા ૧૦૦ દિવસનો ટાર્ગેટ પણ ફિક્સ કરવામાં આવ્યો છે, જેમાં પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની પરમિટ પ્રાઈવેટ કંપનીઓને આપવાની યોજના છે. રેલવેના સુત્રોના જણાવ્યા અનુસાર, રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનો પ્રોફિટમાં ચાલી રહી છે, આથી આવી ટ્રેનોના ઓપરેશનનું કામ પ્રાઈવેટ કંપનીઓ લેવામાં વધુ ઈચ્છુક હશે. રેલ મંત્રાલયનું ફોકસ છે કે, પ્રાઈવેટ ક્ષેત્રની ભાગીદારી વધારવા માટે પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની પરવાનગી વહેલીતકે પ્રાઈવેટ હાથોમાં સોંપવામાં આવે. ટ્રેનોને પ્રાઈવેટ હાથોમાં સોંપવા પાછળ તર્ક એ છે કે, તેને કારણે પ્રીમિયમ ટ્રેનોની યાત્રી સુવિધાઓમાં વધારો થશે. આ રીતે રેલવેના કમર્શિયલ ઓપરેશનમાં પ્રાઈવેટ ક્ષેત્ર વધુ સારી સુવિધાઓ પ્રદાન કરશે. જ્યારે રેલવે આ ટ્રેનોની પરમિટ ટેન્ડરના આધાર પર કોઈ ઓપરેટરને આપશે, તો ટ્રેનના ડબ્બા અને એન્જિનની જવાબદારી રેલવેની રહેશે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રેલવે યાત્રા ભાડાની ઉપરની સીમા નક્કી કરી દેશે, એટલે કે પરમિટ મેળવનારી કંપની નક્કી કરવામાં આવેલા ભાડા કરતા વધુ ભાડું ન લઈ શકશે.

Previous articleએનસીપી કાર્યકર્તા ચૂંટણી પ્રચારમાં સંઘના દ્રઢ નિશ્ચયી લોકોથી શિખ લેઃ શરદ પવાર
Next articleસેસેક્સ ૮૬ પોઈન્ટ ઉછળીને બંધ : અનેક શેરમાં તેજી રહી