પોલીસ કર્મીઓની ફરાર થવાની મોસમ આવી, વડોદરાનો પીએસઆઈ પણ ફરાર

740

રાજ્યમાં જાણે પોલીસ કર્મીઓની ફરાર થવાની મોસમ ચાલે છે. થોડા દિવસ પહેલા સુરતમાં શકમંદ આરોપીનાં મૃત્યુંનાં કેસમાં આઠ પોલીસ કર્મીઓ ફરાર છે ત્યારે વડોદારાનાં પીએસઆઈ પણ ફરાર થયા છે. વડોદરાનાં મકરપુરા પોલીસ સ્ટેશનનાં પ્રોબેશનર પીએસઆઈ શક્તિસિંહ ચુડાસમાએ પાનનાં ગલ્લાવાળા સાથે ઝઘડો થયા બાદ ગલ્લાવાળાનાં પુત્રને ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પીએસઆઈ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો છે. મકરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે પીએસઆઇની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

આ ઘટના બાદ સુમિતને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યારે પીએસઆઈ ચુડાસમા ત્યાંથી મકરપુરા પોલીસ સ્ટેશન ગયા હતાં. જ્યાં તેમણે પોતાની પર હુમલો થયાનું કહ્યું હતું. આ હુમલામાં સ્વરક્ષણમાં ગોળીબાર કરવો પડ્યો તેવું પણ જણાવ્યું હતું.

પહેલા તો મકરપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસે તેમના સહકર્મીનો બચાવ કર્યો હતો પરંતુ પછી પરિવારનાં રોષને કારણે મકરપુરા પોલીસને પોતાના જ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સામે આઇપીસી ૩૦૭ મુજબ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવાની ફરજ પડી છે.

Previous articleકાર ટુવ્હિલરને અડી જતાં ચાર શખ્શોએ પટ્ટા વડે ચાલકને ફટકાર્યો
Next articleસિદ્ધપુરના સુજાણપુરની બીએડ કોલેજની યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ