જમ્મૂ-કાશ્મીર પુલવામામાં સેનાનું મોટું ઑપરેશન : ચાર આતંકવાદી ઠાર

455

જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાબળોને વધુ એક સફળતા મળી છે. ગુરૂવારે મોડી રાતે પુલવામામાં શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાબળે ૪ આતંકીઓને ઠાર માર્યા છે. આ ૪ આતંકીઓમાં જમ્મૂ-કાશ્મીર પોલિસના ૨ જીર્ઁં પણ સામેલ છે, જે ગુરૂવારે સાંજે સર્વિસ રાઇફલ લઇને ફરાર થઇ ગયા હતા. પંજરન ગામમાં લસ્સીપોરા વિસ્તારમાં અથડામણ સ્થળથી શુક્રવારે હથિયારોનો મોટો જથ્થો અને મૃતદેહો મળી આવ્યા હતા.

સૂત્રોને મળતાં અહેવાલ મુજબ આ આતંકી જૈશ-એ-મહોમ્મદ સાથે જોડાયા હોવાનું અનુમાન છે. જમ્મૂ-કાશ્મીરના ડીજીપીએ જણાવ્યું હતું કે સુરક્ષાબળે ચાર આતંકીઓને ઠાર માર્યા છે. જેમાં બે જીર્ઁં પણ સામેલ છે. આ જીર્ઁં ગુરૂવારે હથિયાર લઇને ફરાર થઇ ગયા હતા. જોકે હાલ આ વિસ્તારમાં ઇન્ટરનેટ સુવિધા બંધ રાખવામાં આવી છે અને સુરક્ષા પણ વધારવામાં આવી છે.

સુરક્ષાબળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દક્ષિણ કાશ્મીરના પુલવામાના લસીપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હતા જેને સેનાએ ઠાર માર્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સાંજે જમ્મૂ-કાશ્મીર પોલિસના જીર્ઁં પોતાની સર્વિસ રાઇફલ્સ લઇને ફરાર થઇ ગયા હતા.

જો કે ત્યારબાદ ખબર મળી હતી કે તેઓ આતંકીઓ સાથે જોડાઇ ગયા છે. જેને લઇને સુરક્ષાબળોએ ઓપરેશન તેજ કર્યું અને સેનાએ પોતાનું કામ શરૂ કરી દીધું.  ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ટૂક સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે, એવામાં સુરક્ષાબળો પર સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી છે.

અમરનાથ યાત્રા હંમેશા આતંકીઓના નિશાને રહે છે. સેના દ્વારા ઘાટીમાં આતંકીઓનો સફાયો કરવા ઓપરેશન ઓલઆઉટ ચલાવામાં આવી રહ્યું છે. ગત  વર્ષે સેનાએ અંદાજે ૨૫૦થી વધુ આતંકીઓને ઠાર માર્યા હતા, આ વખતે હજુ સુધીમાં આ આંકડો ૧૦૦ કરતા વધી ગયો છે. અગાઉ સેનાએ બુધવારે કાશ્મીરના આવા જ ટોપ ટેન આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, કે જે જમ્મુ-કાશ્મીરમાં થતા આતંકવાદી હુમલામાં સૌથી વધારે કાર્યરત હતા.

સેનાએ પુલવામાના ત્રાલમાં ૨૪ મેના રોજ અલકાયદાના આતંકી ઝાકીર મૂસાને પણ ઠાર કર્યો છે.મૂસા બુરહાન વાણીના મોત પછી હિજબુલ કમાન્ડર હતો. ત્યારપછી તેણે કાશ્મીરમાં અલકાયદા સાથે જોડાયલા સંગઠન અંસાર ગજવત-ઉલ-હિંદ શરુ કર્યું હતું. ત્યારપછી ૨૮ મેના રોજ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સેનાએ એન્કાઉન્ટરમાં અન્ય બે આતંકીઓને ઠાર કર્યા હતા.

Previous articleધોનીના ગ્લવ્સને લઇને ICCના  વાંધા બાદ દેશભરમાં ચર્ચા છેડાઈ
Next articleપાક વીમા પ્રશ્ને કિસાન સંઘ-ખેડૂતોના ઉપવાસ જારી રહ્યા