કવિ કલાપીની ૧૧૯મી પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન

887

લાઠી ના રાજવી ગોહિલ સુરસિહજી તખ્તસીહજી (કવી કલાપી) ની ૧૧૯ મી પુણ્યતિથી નિમિતે લાઠી ના આંગણે ગુજરાત રાજ્યના સુપ્રસિધ્ધ કવીઓનું ભવ્ય કવી સંમેલન નું આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ અને બાલભવન અમરેલી ના ઉપક્રમે દરિયાવની મીઠી લ્હેર નામક કવી સંમેલન નું ભવ્ય આયોજન થયું છે

લાઠી ના સંતોકબા મેડીકલ સેન્ટર લાલજીદાદા નો વડલો ખાતે તા.૯/૬/૨૦૧૯ સાંજ ના ૫ પાંચ કલાકે યોજાનાર કાર્યક્રમ માં મુખ્યમહેમાનો માં પૂર્વ રાજવી પરિવારના કીર્તિકુમાર સિહજી (ઠાકોરસાહેબ) સહિત નામી ઉદ્યોગપતી મહાજનો વકીલ મંડળ ના  આર.સી.દવે ની ઉપસ્થીમાં  ગુજરાત રાજ્ય ના પ્રસિધ્ધ કવી સ્નેહી પરમાર, હિમલ પંડ્યા,ભરત વિંઝૂડા, ભુમીર બોસમીયા, બાલકૃષ્ણ જોગી, મુકેશ જોગી, હર્ષદચંદારાણા, સહિત ૫૦ જેટલા કવીજનો સંમેલન માં ભાગ લેશે કાર્યક્રમ ના ઉદઘોષક તરીકે કવી હરેશ વડાવીયા કેતન કાનપરીયા અમિત ભાડલીયા ઉસ્થિત રહેશે કાર્યક્રમ ની સફળતા માટે બાલભવન અમરેલી ના નીયામક નીલેશ પાઠક આરાધના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈતેશ મહેતા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleફોસીલપાર્ક ડાયનાસોર મ્યુઝીયમનો આજથી મુખ્યમંત્રી રૂપાણી દ્વારા પ્રારંભ
Next articleતલાટીની સતત ગેરહાજરીથી હેમાળમાં ગ્રામસભાનો બહિષ્કાર