શ્રીલંકા-બાંગ્લાદેશની વચ્ચે આજે બ્રિસ્ટોલમાં જંગ થશે

514

આઈસીસી વર્લ્ડકપની એક મેચમાં આવતીકાલે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. બાંગ્લાદેશની ટીમ જોરદાર લડાયક મૂડમાં દેખાઈ રહી છે. દક્ષિણ આફ્રિકા ઉપર જીત મેળવ્યા બાદ બાંગ્લાદેશની ટીમ વધુ એક અપસેટ સર્જવા માટે તૈયાર દેખાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમમાં શાકીબ અલ હસન, તામીમ, સોમૈયા સરકાર સહિતના તમામ બેટ્‌સમેનો ફોર્મમાં ચાલી રહ્યા છે જ્યારે શ્રીલંકાની ટીમ અપેક્ષા મુજબ નબળી દેખાઈ રહી છે. આ મેચનું પ્રસારણ આવતીકાલે ત્રણ વાગ્યાથી કરવામાં આવશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.તે પહેલા ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું.

ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું.

સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે.

બાંગ્લાદેશ : મોર્તજા (કેપ્ટન), અબુ જાયેદ, લિટોનદાસ, મહેમુદુલ્લા, મહેદી હસન, મોહમ્મદ મિથુન, સેફુદીન, મોસાડેક હુસેન, રહીમ, રહેમાન, રૂબેલ હુસૈન, શબ્બીર રહેમાન, શાકીબ અલ હસન, સોમ્યા સરકાર, તામીમ

શ્રીલંકા : કરૂણારત્ને (કેપ્ટન), ડિસિલ્વા, પ્રદીપ, ફર્નાન્ડો, લકમલ, માલિંગા, મેથ્યુસ, કુશળ મેન્ડિસ, જીવન મેન્ડિસ, કુશળ પરેરા, થિસારા પરેરા, મિલિન્દા, સિરિવર્દના, લાહિર થિરિમાને, ઉદાના, વેન્ડરસે

Previous articleહવે સંજયદત્ત સાથે અજય દેવગન ફરી જોડી જમાવશે
Next articleશેરબજારમાં તેજીનો માહોલઃ સેન્સેક્સ ૧૬૯ અંક ઉછળી ૩૯,૭૮૪ની સપાટીએ