ગારિયાધાર પંથકના ગામોમાં ગૌચર તથા સરકારી પડતર જમીનોમાં દબાણના મામલે આવેદન

598

ગારિયાધાર તાલુકાના ગામોનાં ગૌચર જમીનોમાં દબાણના મામલે અનેકો આંદોલનો ભૂતકાળમાં થઇ ગયેલા છે. વળી તંત્ર દ્વારા પણ આ પ્રશ્ને જાણે કામ ચલાઉ ઉકેલો આવતા હોય તેમ અવાર નવાર આ પ્રશ્ને માલધારી સંગઠનો દ્વારા રજુઆતો થતી રહેલી છે.

જ્યારે આજરોજ અત્રેથી મામલતદાર કચેરી પર માલધારી સંગઠન દ્વારા આવેદન પત્ર અપાયું અને જણાવાયું છે કે પંથકના ગામોમાં ગૌચર તથા સરકારી પડતર જમીનોે માં વ્યાપક પ્રમાણમાં દબાણ થયેલ છે. અને મામલે તાત્કાલીક કાર્યવાહી નહીં કરવામાં આવે તો માલધારીઓ પોતાના પશુધન સાથે તથા પરિવાર સાથે મામલતદાર કચેરી ખાતે ઉપવાસ છાવણી માંડશે. અને ઉપસા દરમ્યાન પશુધન માટે ઘાસચારો તથા પાણીની પણ જવાબદારી તંત્રની રહેશે તેવું જણાવાયું.

જ્યારે આ રજુઆત બાદ પંથકના રતનવાવ તથા પાંચદોબરા ગામની સીમ્‌માં જ્યાં દબાણનો પ્રશ્ન હતો ત્યાં ગારિયાધાર મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ગારિયાધારની ટીમ તાત્કાલીક દોડી ગયલે અને જ્યાં સુધી માપણીની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જમીનનું લેવલીંગ કામ સ્થગીત કરાવાયું હતું. અને મામલો વધુ બીચકે નહીં તેવી સ્થિતિને ધ્યાને લઇ ગારિયાધાર પોલીસે પણ ઘટના સ્થળે બંદોબસ્ત જાળવેલ તેમ માલુમ પડેલ.

Previous articleરાહતદરે ચોપડાનું વિતરણ
Next articleભાવનગર આઇટીઆઇમાં ચાર દિવસથી પીવાનું પાણી નથી મળ્યું