ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બનતા નંબર-૨ પર પહોંચી બાર્ટી, ઓસાકાની ખુરશી ખતરામાં

651

વર્ષના બીજા ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતનારી ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ ડબ્લ્યૂટીએ રેન્કિંગમાં છ સ્થાનની છલાંબ સાથે બીજું સ્થાન હાસિલ કરી લીધું છે. વુમન્સ ટેનિસ એસોસિએશને સોમવારે તાજા રેન્કિંગ જારી કર્યું છે. એશ્લે બાર્ટી હવે નંબર-૧ પર રહેલી જાપાનની નાઓમી ઓસાકાથી માત્ર ૧૩૬ પોઈન્ટ પાછળ છે.

એશ્લે બાર્ટીએ ગત શનિવારે ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. આ તેનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ હતું. તેણે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ચેક ગણરાજ્યની માકેર્તા વોનડ્રોઉસોવાને સીધા સેટોમાં ૬-૧, ૬-૩થી પરાજય આપીને ટ્રોફી પર કબજો કર્યો અને ત્યારે તેનું બીજા સ્થાને આવવું નક્કી થઈ ગયું હતું.

પુરૂષોના એટીપી રેન્કિંગમાં સર્બિયાનો નોવાક જોકોવિચ ફ્રેન્ચ ઓપનમાં સેમીફાઇનલ હાર્યા છતાં પ્રથમ નંબર યથાવત છે. બીજી તરફ સ્પેનનો રાફેલ નડાલ ટૂર્નામેન્ટ જીતીને બીજા સ્થાને છે. નડાલે રવિવારે ડોમિનિક થિએમને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું.

નડાલે રવિવારે ડોમિનિક થિએમને હરાવીને આ ટાઇટલ કબજે કર્યું હતું. નડાલે ૧૨મી વખત ફ્રેન્ચ ઓપન જીત્યું છે. તે એક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ ૧૨  વખત જીતનારો પ્રથમ ખેલાડી છે.

Previous articleઅભિનેત્રી ન હોત તો હું પ્રોફેસર હોત : સ્મિતા તામ્બે
Next articleટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો, ત્રણ સપ્તાહ માટે શિખર ધવન ‘આઉટ’