સેક્ટર-૭ની પ્રાથમિક શાળામાં ફાયર સેફ્‌ટી તો નથી, મકાન પણ જર્જરિત

619

શાળાઓમાં ફાયર સેફ્‌ટીની તપાસ ચાલી રહી છે. ત્યારે સેક્ટર-૭ની સરકારી પ્રાથમિક શાળાનું મકાન જ પ્રાથમિક તબક્કે ભયજનક હોવાનો રિપોર્ટ નાયબ કાર્યપાલક ઇજનેરે આપ્યો છે. તેમ છતાં નવા શૈક્ષણિક સત્રમાં શાળાને અન્યત્ર ખસેડવામાં આવી નથી. આથી શાળાના ભયજનક બિલ્ડીંગમાં જ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરવાની ફરજ પડતા બાળકો રામભરોસે શિક્ષણ મેળવશે.

સમગ્ર રાજ્યની શાળાઓમાં ફાયર સેફ્‌ટીના મામલે જ્યાંથી આદેશ કરાયા છે, તેવા પાટનગરના સેક્ટર-૭ની સરકારી પ્રાથમિક શાળાના મકાનમાં ગમે ત્યાંથી ગમે ત્યારે પોપડા પડે છે. જોકે છતમાંથી પડતા પોપડાને પગલે શાળાના મકાનને થાગડ-થીગડ કરીને રિપેરીંગ કરાયુ હતું. પોપડા પડતા ખવાઇ ગયેલા સળિયા દેખાય છે. શાળાના મકાનની છતમાંથી પોપડા પડતા હોવાથી શાળાના આચાર્યે માર્ગ મકાન વિભાગને રજુઆત કરતા પાટનગર યોજના પેટા વિભાગ નંબર ૨૦ના નાયબ કાર્યપાલક ઇજનેરે શાળાના આચાર્યને સાથે રાખીને શાળાના બિલ્ડીંગનો અભ્યાસ કર્યો હતો. બાદમાં પ્રાથમિક દ્રષ્ટીએ મકાન ભયજનક જણાતું હોવાનો રિપોર્ટ આપ્યો હતો. શાળામાં ધોરણ ૧થી ૮માં કુલ ૨૧૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

સેક્ટર ૭ની સરકારી શાળાનું મકાન ભયજનક હોવાનું પાયોવિના નાયબ કાર્યપાલક ઇજનેરે પ્રમાણપત્ર આપ્યું છે ભયના ઓથર હેઠળ અભ્યાસ કરી રહેલાં પ્રા. શાળાના અનેક બાળકો સ્લેબના સળિયા કટાઈ ગયાનું ખૂલ્યું

શાળા મકાનનો પેસેજનો સ્લેબ ઝુકી ગયેલો છે અને છતમાંથી પોપડા પડ્‌યા છે. સ્લેબના રેન્ફોર્સમેન્ટ કટાઇ ગયા છે. મકાનના રૂમોની અંદર, ટોયલેટની છતમાંથી પોપડા પડ્‌યા છે, તેમજ સળિયા કટાઇ ગયેલા છે. મકાનની દિવાલોમાં તિરાડ હોવાથી મકાન પ્રાથમિક રીતે ભયજનક લાગ્યું હતું. ૨ વર્ષથી રિનોવેશન કામ માટે રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે શાળાના રિનોવેશન માટે આચાર્ય દ્વારા અનેક વખત લેખિત રજુઆત કરવામાં આવી હતી. આથી પાટનગર યોજના વિભાગ દ્વારા શાળાના મરામત માટે રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટ મંજુર કરાઇ હતી. આજથી શાળાના બાળકોને સરદાર વલ્લભભાઇ પટેલ સંકુલમાં બેસાડાશે

જિલ્લા શિક્ષણાધિકારી ડો .ભરત વઢેર અને શાસનાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી તારીખ ૧૧મી, મંગળવારથી સરદાર વલ્લભભાઇ પટેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા૧ના સંકુલમાં બાળકોને બેસાડવાનો આદેશ કર્યો છે.

Previous articleમાહિતી ખાતાના વર્ગ-૩ મંડળના હોદ્દેદારો નિમાયા
Next articleજિલ્લામાં ૧૪૦ તળાવો ઊંડાં કરાતાં ૧૨૦૦MLD પાણીનો સંગ્રહ થશે