પત્રકારને તરત મુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટનો આદેશ

407

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા અને વિડિયો શેયર કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટે આજે યોગી સરકારને જોરદાર ફટકાર લગાવી હતી. સાથે સાથે પત્રકારને તરત છોડી મુકવાનો આદેશ કર્યો હતો. જો કે, આને લઇને રાજકીય ગરમી વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરતી વેળા પત્રકાર પ્રશાંત કનોજિયાને તરત જ મુક્ત કરવા માટે યુપી સરકારને આદેશ કર્યો હતો. આ મામલાની સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ પોલીસને જોરદાર ફટકાર લગાવી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે આખરે કઇ કલમ હેઠળ પત્રકારની ધરપકડ કરવામા ંઆવી હતી. પત્રકાર કનોજિયાને તરત મુક્ત કરવા માટેના આદેશ કર્યા છે પરંતુ પત્રકારની સામે કેસ તો ચાલુ રહેશે. કોર્ટે કહ્યુ હતુ કે પ્રશાંત કનોજિયાએ જે શેયર કર્યા છે તેના પર કહી શકાય છે કે કેટલીક બાબતો યોગ્ય દેખાતી નથી. પરંતુ પત્રકારને ધરપકડ ક્યા આધાર પર કરી લેવામા ંઆવી હતી તે બાબત સમજાઇ રહી નથી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે આખરે એક ટ્‌વીટ પર કઇ રીતે કોઇની ધરપકડ કરી શકાય છે. કોર્ટે આક્રમક વલણ અપનાવીને યુપી સરકારને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મામલે નોંધ લેવા કહ્યુ હતુ. વિવાદાસ્પદ ટિપપ્ણી કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો થયો હતો.

ફ્રીલાન્સ પત્રકાર કનોજિયાને મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યા બાદ પત્રકાર જગતમાં આને લઇને ચર્ચા રહી હતી. કોર્ટે કહ્યું હતું કે, લોકોની સ્વતંત્રતા રહે તે જરૂરી છે. આમા કોઇની સાથે બાંધછોડ કરી શકાય નહીં. બંધારણ તરફથી આપવામાં આવેલો આ અધિકાર છે જેની અવગણના કરી શકાય નહીં. અત્રે નોંધનીય છે કે, પ્રશાંતના પત્નિ જગીશા અરોડાએ સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરીને આ ધરપકડને પડકાર ફેંક્યો હતો. તેમની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, પત્રકાર ઉપર મુકવામાં આવેલી કલમો જામીન લાયક અપરાધમાં આવે છે. આવા મામલામાં કસ્ટડીમાં મોકલી શકાય નહીં. અરજી ઉપર તરત સુનાવણીની જરૂર છે. કારણ કે, આ ધરપકડ ગેરકાયદે અને ગેરબંધારણીયરીતે કરવામાં આવી છે. પત્નિની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી કરતી વેળા યોગી આદિત્યનાથ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર અને વિડિયો શેયર કરનાર પત્રકાર પ્રશાંત કનોજિયાને તરત છોડી મુકવા આદેશ કર્યો હતો. વિડિયો શેયર કરવાની સાથે સાથે કેપ્શન લખ્યા હતા.

Previous articleગાંધીનગર જિલ્લામાં ધોરણ-૧માં ૧૩,૨૮૭ અને ધોરણ-૯માં ૧૪,૩૮૧ બાળકો પ્રવેશ મેળવશે
Next articleતીવ્ર ગરમી વચ્ચે સ્લીપર કોચમાં મુસાફરી કરતા ૪ પ્રવાસીના મોત