‘વાયુ’ની આફત, આજે મધરાતે ગુજરાતને ધમરોળશે, તંત્ર એલર્ટ

0
695

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૧૨મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને ૮૦થી ૧૦૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા, હાલની સ્થિતિએ, ૧૩મી અને ૧૪મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, સાથો સાથ, પવનની ઝડપથી ઝાડ-પાન સહિત છાપરાવાળા કાચા મકાનોને નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. તંત્રએ વાવાઝોડાને ‘વાયુ’ નામ આપ્યું છે.

‘વાયુ’ ૩૦થી ૩૫ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. મંગળવારે સવારે આ વાવાઝોડું વેરાવળથી ૭૪૦ કિલોમીટર દૂર હતું, જે આગામી ૨૪ કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલ આ વાવાઝોડું મુંબઈથી ૫૪૦ કિલોમીટર દૂર છે.સંચાર લખાઈ રહ્યા છે ત્યારે ભારતીય હવામાન વિભાગે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે હાલ વાયુ વાવાઝોડું મુંબઈથી ૫૪૦ કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ૧૩મી જૂનના રોજ વહેલી સવારે પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવ-દમણમાંથી પસાર થશે. હવામાન ખાતાના જણાવ્યાં અનુસાર, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભુજ, સુરત અને વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ છ કલાક જેટલા સમયમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.બાદના ૨૪ કલાકમાં આ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે.આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખોરવાવાની પણ સંભાવનાઓ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસુ થોડું લંબાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. હાલમાં આ વાવાઝોડું પોરબંદરથી અંદાજે ૯૩૦ કિલોમીટર દૂર છે.રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાંની આગાહીને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે. દરિયામાં સંભવિત ચક્રવાતના પગલે અલગ અલગ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ એનડીઆરએફની ૯ ટીમ કચ્છ, દ.ગુજરાત જવા રવાના થઇ ગઇ છે. જરોદ હેડક્વાર્ટરથી ૯ ટીમો પણ રવાના થઇ ગઇ છે. તેમને બોટ, જનરેટર સહિતની બચાવ કામગીરીને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે.એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે તૈયાર છે. જેમાં ઇલેક્ટ્રિક ઓપરેટેડ ચિપિંગ ડ્રિલિંગ મશીન, પૂર દરમિયાન કોઈ વ્યક્તિ ફસાયેલી હોય તો દીવાલ તોડવા માટે રોટરી હેમર ડ્રીલ મશીન, મજબૂત સિમેન્ટ ક્રોંકિટને તોડવા માટેના મશિનો, મોટા ઝાડની ડાળીઓને કાપવા માટે ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન, ડૂબતી વ્યક્તિ ને બચાવવા માટે રબર બોટ વગેરે તૈયાર રખાયા છે.પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા તાલુકા પ્રમાણે ટીમો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આશ્રયસ્થાનોની સંખ્યા, મેડિકલ ટીમો, રાહત બચાવ ટીમો બનાવવાના આદેશ કરાયા છે.

કચ્છમાં સંભવિત ’વાયુ’ વાવાઝોડાની શકયતાના પગલે એલર્ટ આવ્યું છે. સંભવિત અસરને પહોંચી વળવા માટે કચ્છ કલેકટરની અધ્યક્ષતામાં તમામ પ્રાંત અધિકારી અને વિભાગની બેઠક મળી છે. મહત્વના કંડલા અને જખૌ બંદર પર માછીમારોને સચેત કરાયા છે. તમામ દરિયાઈ વિસ્તારના સરકારી વિભાગને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. એનડીઆરએફની બે ટુકડી કંડલા અને જખૌ બંદર પર તહેનાત રખાશે. ૧૩મીએ વહેલી સવારે પોરબંદરના કાંઠે વાવાઝોડું ત્રાટકશે ત્યારે ૧૨૦થી ૧૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ભારે પવનને કારણે તોતિંગ વૃક્ષો ઉખડી પડતા હોય છે.

પવનને કારણે વૃક્ષો ઉખડી ન જાય તે માટે જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ શરૂ કરી દેવાયું છે.

નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ ’વાયુ’ને પગલે એલર્ટ પર છે. જિલ્લાના તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રેહવા સૂચના આપી દેવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.વલસાડ ’વાયુ’ વાવાઝોડાની શકયતાના પગલે જિલ્લા કલેકટર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દરિયા કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

એનડીઆરએફની ૨૨ ટીમો ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે. પંજાબ અને રાજસ્થાનથી એનડીઆરએફની ટીમો બોલવાવામાં આવી છ

કચ્છના ૧૫ ગામ અને પાંચ હજાર લોકોનું કરાશે સ્થળાંતર

થોડી જ કલાકોમાં વાવાઝોડું વાયુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે, જો કે વાવાઝોડાની આફતને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે, તો વાવાઝોડાની ઝપેટમાં આવનારા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ કરીને કચ્છના ગાંધીધામ, કંડલા અને અંજારના ૧૫ ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે કચ્છના કંડલા, અંજાર, ગાંધીધામ વિસ્તારમાંથી વિવિધ ૧૫ ગામ ખાલી કરાવવાં આવશે, અહીં વસતા લોકોનું સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવામાં આવશે. સ્થળાંતરીત લોકો માટે વહિવટી તંત્ર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય અબડાસાના પણ ૧૨ ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. ત્યારબાદ સ્થિતિને ધ્યાને રાખી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય તરફ આગળ વધી રહેલી આફતને લઇને રાજ્ય સરકાર દ્વારા તકેદારીના તમામ પગાલ લેવામાં આવી રહ્યાં હોવાનું કહેવામાં આવ્યું છે. વાવાઝોડા વાયુને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતાએ ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં વાયુ નામનું વાવાઝોડું ૧૩ તારીખે સવારે ૫ વાગે ત્રાટકશે, જો કે બચાવકાર્ય માટે આર્મીની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, દ્ગડ્ઢઇહ્લની કુલ ૩૪ ટીમો કામે લાગશે.

આર્મી અને એરફોર્સની મદદ લેવા માટે પણ તંત્ર પૂર્ણ તૈયાર

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ત્રાટકવાની સંભવિત સ્થિતિને લઇ આજે રાજ્ય પોલીસવડા, એરફોર્સ, આર્મી, કોસ્ટલ, હવામાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના સંબંધિત વિભાગો સાથે રાજ્યના મહેસૂલ વિભાગના મુખ્ય સચિવે બેઠક યોજી હતી. ઉપરાંત પ્રભાવિત થનારા જિલ્લાઓના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. વાયુ વાવાઝોડાના કારણે ભાવનગરના કોસ્ટલ એરિયાથી લઇ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારો વાવાઝોડાથી પ્રભાવિત થવાની શકયતા છે ત્યારે સમગ્ર રાજયમાં તંત્રને એકદમ હાઇએલર્ટ પર રાખી દેવાયું છે. બીજીબાજુ, રાજય સરકાર તરફથી વાવાઝોડાથી અસર પામનારા જિલ્લાઓ અને વિસ્તારોમાં તમામ એરિયાના વૃદ્ધો, વિક્લાંગો, બાળકો, સગર્ભા તેમજ અશક્ત લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તો, બીએસએફની બે કંપની કચ્છમાં તૈનાત કરી દેવાઇ છે. આવતીકાલથી આર્મીની એક-એક ટીમ પણ દરેક પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવશે. અત્યારસુધીમાં એનડીઆરએફની ૧૧ ટીમો તૈનાત કરવામાં આવી છે. વાયુસેનાની પણ જરૂર પડ્‌યે મદદ લેવામાં આવશે. બાકીની ૧૦ ટીમોની માંગ કરવામાં આવી છે. કુલ ૩૫ જેટલી ટીમો આવતીકાલ સુધીમાં તૈનાત કરી દેવામાં આવશે. વાવઝોડાથી પ્રભાવિત થનારા કોસ્ટલ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા સરકાર દ્વારા સંબંધિત તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના પગલે તા.૧૨ અને ૧૩ જૂનના રોજ પ્રભાવિત વિસ્તારોમાં સ્કૂલ, કોલેજ અને આંગણવાડીઓને બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. પશુઓને પણ નુકસાન ન થાય અને તેમના રક્ષણ માટેની જરૂરી જાણકારી અને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

શું કરવું, શું ન કરવું તેની દરેક માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. અત્યારસુધીમાં સાડા ચાર લાખ માછીમારો અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે. એસએમએસ દ્વારા પણ નિયમિત રીતે મેસેજ કરી જાણ કરાઇ રહી છે. ફોરેસ્ટ વિભાગ અને આરએનબી વિભાગની પણ અલગ-અલગ ટીમો બનાવી દરિયામાં ગયેલી તમામ બોટો પરત ફરી ચૂકી છે. વાવાઝોડાથી રસ્તાઓને નુકસાન અને ઝાડ પડવા જેવી ઘટનાઓ બને છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ અને આરએનબી વિભાગની પણ અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે વાવાઝોડા બાદ તેને પૂર્વવત કરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટના બને છે, જેને ઉલેચવા માટે રાજ્યોમાં જ્યાં પણ હેવી વોટરીંગ મશીન છે તેને આ તમામ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. બીજીબાજુ, વાવાઝોડાને લઇ લોકોને તમામ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે. લોકોએ ઘરમાં બેટરી સહિતના જરૂરી સાધનો રાખવા માટે જાણ કરી દેવામાં આવી છે. પ્રવાસીઓ અને અન્ય લોકોએ આ બે દિવસ દરમિયાન દરિયા કિનારે જવાનું ટાળવા જણાવાયું છે. દરેક પોર્ટ પર કોસ્ટ ઓફ પોર્ટ એટલે કે બોટોને કિનારેથી દૂર લઇ જવા માટે જણાવી દેવામાં આવ્યું છે. રેલવે સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here