૧૧૦૦થી પણ ખગોળ પીછાશુંએ ૧ર ઈંચના ટલીસ્કોપ દ્વારા ગુરૂ ગ્રહ અને તેના ૪ ઉપગ્રહોને નિહાળ્યા

785

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા સંવર્ધિત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ખગોળ વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવી તેના પ્રત્યે લોક જાગૃતતા લાવવા હેતુ છેલ્લા ૧૭વર્ષથી વિવિધ અદભુત ખગોળીય ઘટનાને ટેલીસ્કોપની મદદથી લોકોને દેખાડવાના કાર્યક્રમો કરવામાં આવે છે. આપણું બ્રહ્માંડ સૂર્યમાં રહેલ ગુરુત્વાકર્ષણ બળને કરણે સૂર્યને કેન્દ્ર સ્થાને રાખીને સૂર્યમંડળના ૮ ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, વલયો, ધૂમકેતુઓ વિગેરે સૂર્ય ફરતે લંબ વૃતીય કક્ષામાં પરીભ્રણ કરે છે. આ પરિભ્રમણ ને કરને અનેક જોવા લાયક અને માનવા લાયક અવકાશીય ઘટના બનતી રહે છે. આવી જ એક અદભુત ખગોળીય ઘટના ૧૦ જુનની રાત્રી દરમ્યાન થયેલ. આ ઘટના દરમ્યાન આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ પૃથ્વીની નાજીક્તમ કક્ષા અંદાજે ૬૪૧ મિલિયન કી.મી.થી પસાર થયો હતો. જેને કારણે ગુરુ ગ્રહ કદમાં વધારે મોટો અને પ્રકાશિત જોવા મળેલ. ઉપરાંત ગુરુ ગ્રહના કુલ ૭૯ ઉપગ્રહો પૈકીના મુખ્ય ચાર ચંદ્રો આઈસો, યુરોપ, ગેલીમીડ અને કેલીસ્ટોને પણ નિહાળી શકાયા.   આ નયનરમ્ય ઘટનાને લોકો સુધી પહોંચાડવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સ્થાપિત અને સ્વ. શ્રી પ્રો. સુભાષભાઈ મહેતા પ્રેરિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા ૧૨ ઇંચના ટેલીસ્કોપના માધ્યમથી નિહાળવા માટેની વ્યવસ્થા તા.૧૦-૦૬-૨૦૧૯ ને સોમવાર સંજે ૯ કલાક થી ૧૧ કલાક દરમ્યાન તખ્તેશ્વર મંદિર, ભાવનગર ખાતે કરવામાં આવેલ. સાથે આ ઘટના વિષે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી ઘટનાનું સવિસ્તાર માહિતી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કો-ઓર્ડીનેટર શ્રી હર્ષદભાઈ જોષી દ્વારા આપવામાં આવેલ. આ ઘટનાને ૧૧૦૦ થી વધુ ભાવનગરની ખગોળીય પ્રેમી  જનતાએ નિહાળેલ.

Previous articleરાણપુર ગ્રામ પંચાયત ખાતે નવું જેટીંગ મશીન ફાળવાયું
Next articleઆગમાં દાઝેલી ભેંસનો સચોટ સારવાર થતા આબાદ બચાવ