રાજુલામાં એક બાળાને ઉઠાવી જવાની કોશીષ કરતા યુવાનનો વિડીયો વાયરલ

1556

ગઇકાલે રાજુલા નગરપાલિકા પાસે એક બાળાને પકડવા આવતો યુવક અને બાળાએ અગમચેતી વાપરી બાજુના મકાનના દરવાજામાં ભાગી જતી હોય અને નરાધમો તેના બીજા જ ખાંચામાં ચાલ્યો જતો હોય તેવો સીસી ટીવી કુટેજ આ પ્રકરણ આખું કેદ થતા અને આ વીડીયો વોટસ-અપ દ્વારા રાજુલા અને આજુબાજુના તાલુકામાં વાયરલ થતા બાબરીયાવાડમાં દહેશત રૂપી હાલ ખળભળાટ મચી ગયો છે. બાળકોનું વેકેશન ખુલ્લી ગયું હોય મા બાપે તેના બાળકોને ક્યાંય એકલા ન મુકવા રાજુલા પોલીસ દ્વારા જણાવાયું છે. તેમજ આ બનાવ બાબતે ખોટી અફવાઓથી દુર રહેવા જણાવાયું છે. બાબતે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ આરંભાઇ છે. નાની બાળાના વાલીઓ દ્વારા હાલ કોઇ ફરિયાદ લખાવી નથી તે સમાજનું દુર્ભાગ્ય છે. પછી જે કાંઇ હોય તે અને ગમે તેવા માથાઓની ગેંગ હોય તેને પહોંચી વળવા પોલીસ બક્ષી છે. પણ જનતામાંથી વીડીયો ઉતારવા વાળા ન હોવા જોઇએ. આવો કોઇ બનાવ બને તો તુરત જ પોલીસને જાણ કરો કરાવોની અપેક્ષા પોલીસને પણ હોેય છે. તેમજ દરેક રોડ પર દુકાનો પર સીસી ટીવી કેમેરા ન લગાવ્યા હોય તો વેકેશન ખુલ્યા આવા બનાવો ન બને તે માટેના સાવચેતીના ભાગરૂપે પોલીસને જનતા મદદ કરે એ પણ જનતાના હિતમાં જ છે.

Previous articleભાવનગરમાં મેગા જોબફેર યોજાયો
Next articleલાઠીના રાજવી કવિ કલાપીની ૧૧૯મી પૂણ્યતિથી નિમિત્તે સ્મરણ વંદના કરાઇ