પ્રહલાદનગર પાસે ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં આગ, ૧૦૦થી વધુ લોકોને બચાવાયા

596

સુરતમાં થેયલા ગોઝારા અગ્નિકાંડની હજી તો શ્યાહી પણ નથી સુકાઈ ત્યાં અમદાવાદમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેને પગલે ૧૪ ફાયર ફાઈટર અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ચોથા માળે માણેક ટેક નામની આઇટી કંપની આવેલી હોવાથી ૧૦૦ જેટલા આઈટી પ્રોફેશનલ ચોથા માળે ફસાયા હતા. ત્યાર બાદ તેમને અડધી કલાકમાં જ બચાવી લેવાયા હતા અને આગ પર કાબૂ મેળવાયો હતો.

ટીમ્બર પોઇન્ટના કોમ્પ્લેક્સના ભોંયરામાં આગ લાગી છે. ભોંયરામાં આવેલા મીટરમાં સ્પાર્ક થવાની આગ લાગી હતી. ઘણા લોકો ધાબા ઉપર જતા રહ્યા હોવાથી આગથી બચી ગયા હતા. જ્યારે બાકીના લોકોને ફાયર ફાયટરના જવાનોએ બચાવ્યા હતા.

આજે બપોરે ધોમ ધખતા તાપ વચ્ચે શહેરના પ્રહલાદનગર ખાતે આવેલા એક ટિમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં આગ ફાટી નિકળી હતી. આગના કારણે કોમ્લેક્ષમાં કામ કરતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. કોમ્પ્લક્ષના ચોથા માળે માણેક ટેક નામની આઇટી કંપની આવેલી છે. જેમાં ૧૦૦ જેટલા આઈટી પ્રોફેશનલ કામ કરે છે. તેઓ આગમાં ચોથા માળે ફસાયા હતા. આ ઉપરાંત કોમ્પ્લેક્ષમાં કામ કરતા અન્ય લોકો દોડીને ધાબા પર ચડી જતા બચી ગયા હતા. ફસાયેલા અન્યોને બે મોટી સીડી અને દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતાં.

ઘટનાની જાણ્‌ કરતા ફાયર બ્રિગેના ૧૪ જેટલા ફાયર ફાયટર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. આ ઉપરાંત બે એમ્બ્યુલેન્સ પણ ઘટનાસ્થળે બોલાવવાવામાં આવી હતી. થોડી જ વારમાં આગ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જ જાનહાની થઈ નહોતી.

ચોથા માળ સુધી ધુમાડો ફેલાયો હોવાથી ધુમાડો કાઢવા કાચ તોડવામાં આવ્યા હતા. આગ લાગ્યા પછી ફસાયેલા લોકોએ એસી, કોમ્પ્યુટર બંધ કરી દીધા હતા અને પછી પેન્ટ્રીમાંથી ફાયર બ્રિગેડની મદદથી ટેરસ પર ગયા હતા. લોકોએ દાખવેલી સતર્કતાના પગલો મોટી જાનહાની ટળી હતી.

Previous article ગ્લોબલ રનિંગ ડે સેલિબ્રેશનમાં ૧૦૦ રનરોએ ભાગ લીધો
Next articleજનસેવા કેન્દ્ર ખાતે આવકના દાખલા માટે લાંબી લાઈનો લાગી