પરષોત્તમ સોલંકી ગાંધીનગરમાં હોવા છતાં કેબિનેટમાં ગેરહાજર 

846
gandhi1-2-2018-3.jpg

ગુજરાત સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીએ રૂપાણી સરકારની મુશ્કેલીઓ ફરી વધારતા, કેબિનેટમાં ગેરહાજર રહેવાનું પસંદ કર્યું હતું. તે ગાંધીનગરમાં તો હતાં પણ કેબિનેટની બેઠકમાં હાજર રહ્યાં નહોતા. નવાઈની વાત તો એ છે કે, કેબિનેટ ચાલતી હતી તે દરમિયાન તેઓ સ્વર્ણિમ સંકુલ ખાતે આવ્યા હતા પરંતુ કેબિનેટમાં જવાને બદલે કૈલાસનાથનને મળવા પહોંચ્યા હતા. 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરષોત્તમ સોલંકીએ પોતાના વિભાગને લઈને ભારે નારાજગી દર્શાવેલી છે. તે આટલા વર્ષથી સતત ચૂંટાતા હોવાથી ગુજરાતની રૂપાણી સરકાર પાસે એક સારું મહત્વપૂર્ણ ખાતું આપવામાં આવે તેવી માંગણી કરી છે. જો કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સમજાવટ બાદ સોલંકીએ સરકાર અંગેના પોતાના વલણમાં નરમાઈ દર્શાવી છે છતાં આંતરિક વિરોધ ચાલુ જ રાખ્યો છે.
જો કે બાદમાં પરષોત્તમ સોલંકી માની ગયા હતા અને પોતાનો કાર્યભાર ચાલુ રાખ્યો હતો. આમછતાં બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની મિટિંગ હોવા છતાં, પરષોત્તમ સોલંકી કેબિનેટમાં જવાને બદલે સીધાં જ સીએમ રૂપાણીના કાર્યાલય પર પહોંચી ગયા હતા. અને કેકેને મળ્યા હતા. પણ કેબિનેટમાં હાજર રહ્યાં નહોતા. તેમની ગેરહાજરીને પગલે અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે.
ઉલ્લેખનિય છે કે પરસોત્તમ સોલંકીને અગાઉ એવું કહેતા જોવા મળ્યા હતા કે સરકારમાં મુખ્યમંત્રી પાસે એક ડઝન ખાતા છે અને મારી પાસે એવું ખાતું છે જ્યાં કોઈ ફાઈલ જ આવતી નથી. મત્સ્ય ઉદ્યોગ મંત્રીની જવાબદારીને લઈને સોલંકીએ ભાજપના નેતાઓ સામે પોતાનો અંસતોષ જાહેર કર્યો હતો.

Previous article ઉદ્યોગો માટેની જમીનના કાયદામાં ધરખમ સુધારા લાવતું બિલ ટૂંક સમયમાં વિધાનસભામાં લવાશે
Next article સંત રોહિદાસજીની ૬૪૧ મી જયંતિની ઉજવણી કરાઈ