પાલીતાણામાં દારૂનાં બે દરોડામાં ૧ મહિલા સહિત ત્રણ ઝડપાયા

968

પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા આજે પૂર્વ બાતમીનાં આધારે ઇંગ્લીશ દારૂ અંગે અલગ અલગ બે દરોડા પાડીને ૧ મહિલા સહિત ૩ શખ્સોને ઝડપી લીધા હતા. અને દારૂ, મોબાઇલ, વાહનો મળી એકાદ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ  પી આઈ રાજેન્દ્રસિંહ ચૂડાસમાને મળેલ ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે પાલીતાણા ના કોર્ટ ની પાછળ અવાવરુ ખંઢેરમા ઇગ્લીંશ દારૂનો જથ્થો ઉતારેલ છે તેવી હકિકત મળતા તરતજ તે જગ્યા પર   પોલીસ સ્ટાફ  સાથે રાખી રેઈડ કરતા અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીંશ દારૂ ની બોટલો નંગ  ૬૩  કિંમત રુપિયા ૨૫૨૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિંમત રુપિયા ૧૫૦૦/-  તથા એકટીવા મો.સા કિંમત રુપિયા ૧૫૦૦૦/-એમ કુલ રુપિયા ૪૧૭૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી સોહીલ ઉર્ફે બ્લેક નજીરભાઈ રાઠોડ મુસ્લિમ તથા આરીફખાન અનવરખાન પઠાણ રહે બંને પચાસવારીયા પાલીતાણા વાળા ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે પાલીતાણાના હાથીયાધારમા રહેતી ડાઈબેન તથા તેના બન્ને દીકરાઓ એ પોતાના રહેણાંક મકાને ઇગ્લીંશ દારૂનો જથ્થો ઉતારેલ છે તેવી હકિકત મળતા તુર્તજ તાબાના પોલીસ તથા મહીલા પોલીસ સાથે રાખી રેઈડ કરતા અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીંશ દારૂ ની બોટલો નંગ ૧૨૫  કિંમત રુપિયા ૫૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિંમત રુપિયા ૫૫૦૦/- એમ કુલ રુપિયા ૫૫૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી બાઈ ડાઈબેન બીજલભાઇ મેર તથા તેનો દીકરો નરેશ બીજલભાઈ મેર ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ, પાલીતાણામાં દારૂ અંગે બે દરોડામાં ૧ મહિલા સહિત ૩ ની એકાદ લાખનાં મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી.

Previous articleવાવાઝોડાની અસર હેઠળનાં મહુવામાંથી ૨૯ સગર્ભાઓને તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઇ
Next articleસ્વામીનારાયણ મંદિરે આમ્રોત્સવ