અફઘાનિસ્તાનની સામે જીત મેળવવા આફ્રિકા પૂર્ણ તૈયાર

621

આઈસીસી વર્લ્ડકપની એક મેચમાં આવતીકાલે આફ્રિકાની ટક્કર અફઘાનિસ્તાન સામે થનાર છે. વર્તમાન વર્લ્ડ કપમાં આફ્રિકાની ટીમનો દેખાવ અન્ય  મજબુત ટીમો કરતા સૌથી કમજોર છે. તેની ટીમ હજુ સુધી કોઇ મેચ જીતી શકી નથી.

આફ્રિકાની વર્તમાન વર્લ્ડ કપમાં પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્‌યો છે. કારણ કે તેની બાંગ્લાદેશ સામે પણ હાર થઇ છે. બીજી બાજુ અફઘાનિસ્તાનની ટીમ કોઇ મેચ જીતી શકી નથી પરંતુ તેના દેખાવથી તમામ ચાહકો પ્રભાવિત   ચોક્કસપણે થયા છે. કાર્ડિફ ખાતે રમાનારી આ મેચનુ પ્રસારણ આવતીકાલે સાંજે છ વાગ્યાથી કરવામાં આવનાર છે. આફ્રિકાની તમામ મેચોમાં હાર થઇ છે. તે જોતા તેની સામે પડકારો રહેલા છે. બીજી બાજુ વરસાદ વિલન બનતા વર્લ્ડ કપની મેચોની મજા બગડી રહી છે. પરિણામ પર નજર કરવામાં આવે તો હજુ સુધી આફ્રિકાના દેખાવથી તમામને આશ્ચર્ય થયુ છે. વર્લ્ડ કપની શરૂઆત પહેલા કોઇને એવી અપેક્ષા ન હતી કે  આ ટીમ એટલી કમજોર રહેનાર છે. ટીમમાં તમામ ખેલાડીઓ ફ્લોપ રહ્યા છે. ખાસ કરીને અમલા એકદમ ફ્લોપ છે. સાથે સાથે તેના બોલરો પણ કોઇ ખાસ કમાલ બોલિંગમાં કરી શક્યા નથી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તમામ ચાહકો ઇચ્છે છે કે મેચ રમાય. જો કે હવામાનની સ્થિતી પર પણ હવે નજર રાખવામાં આવી રહી છે. બંને ટીમો નીચે મુજબ છે.

આફ્રિકા : ડુ પ્લેસીસ (કેપ્ટન), હાસીમ અમલા, ડીકોક, વાનડેર, ડ્યુમિની, માર્કરામ, ડેવિડ મિલર, લુંગીગીડી, ક્રિસ મોરિસ, ફેલુકવાયો, પ્રિટોરિયસ, રબાડા, શામ્સી, ડેલ સ્ટેઇન, ઇમરાન તાહીર

અફઘાનિસ્તાન : નૈબ (કેપ્ટન), આલમ, અશરગર અફઘાન, દૌલત અહરન, હામિદ હસન,  શાહિદી, હઝરતુલ્લા, મોહમ્મદ નબી, મોહમ્મદ શહેઝાદ, મુજીર ઉર રહેમાન, નજીબુલ્લા, નુર અલી, રહમત શાહ, રશિદી ખાન, શિનવારી.

Previous article૧૪મી જુલાઈએ વર્લ્ડ કપ મારા હાથમાં હશે : હાર્દિક પંડ્યા
Next articleશ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર જંગ