શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર જંગ

647

આઈસીસી વર્લ્ડકપની એક મેચમાં આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે જંગ ખેલાનાર છે. ઓવલ ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. આ વખતે વર્લ્ડ કપમાં વરસાદ વિલન બનતા અનેક મેચો ધોવાઇ ગઇ છે.

જેમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પણ સામેલ છે. આ મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોમાં આના કારણે નિરાશા ફેલાઇ ગઇ હતી. વરસાદના કારણે અનેક મેચો ધોવાઇ જતા વર્લ્ડ કપ જેવા મોટા આયોજનને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. અન્યત્ર મેચો ખસેડી લેવાની માંગ પણ ઉઠી રહી છે. કારણ કે મેચો બગડી રહી છે. ઓસ્ટ્રેલિયા આવતીકાલની મેચમાં ફેવરીટ તરીકે મનેદાનમાં ઉતરશે.  ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.તે પહેલા ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે.બંને ટીમો લડાયક મુડમાં  છે.જો વરસાદ વિલન નહીં બને તો ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મેચ જોરદાર રહી શકે છે.  ટીમો નીચે મુજબ છે.

ઓસ્ટ્રેલિા : આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.

શ્રીલંકા : કરૂણારત્ને (કેપ્ટન), ડિસિલ્વા, પ્રદીપ, ફર્નાન્ડો, લકમલ, માલિંગા, મેથ્યુસ, કુશળ મેન્ડિસ, જીવન મેન્ડિસ, કુશળ પરેરા, થિસારા પરેરા, મિલિન્દા, સિરિવર્દના, લાહિર થિરિમાને, ઉદાના, વેન્ડરસે

Previous articleઅફઘાનિસ્તાનની સામે જીત મેળવવા આફ્રિકા પૂર્ણ તૈયાર
Next articleદર ત્રીજા મહિનામાં રક્તદાન કરી શકાય છે : તબીબોનો મત