ડબલ્યુપીઆઈનો ફુગાવો મેમાં ઘટી બે વર્ષની નીચી સપાટીએ

377

હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો આજે ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. મે મહિનામાં ૨.૪૫ ટકા સુધી ફુગાવો પહોંચી ગયો છે. ફુડ આર્ટિકલ, ફ્યુઅલ અને પાવરની વસ્તુઓની કિંમતમાં ઘટાડો થતાં મે મહિનામાં હોલસેલ ફુગાવો નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફુગાવો નીચી સપાટીએ પહોંચતા સામાન્ય લોકોને રાહત થઇ છે. આજે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી હતી. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો એપ્રિલ મહિનામાં ૩.૦૭ ટકા અને મે મહિનામાં ૪.૭૮ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૮માં આ આંકડો રહ્યો હતો. ફુડ આર્ટિકલ્સમાં ફુગાવો એપ્રિલ મહિનામાં ૭.૩૭ ટકાથી ઘટીને ૬.૯૯ ટકા થઇ ગયો હતો. જો કે, ડુંગળીની કિંમતમાં આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે. શાકભાજીના ફુગાવામાં પણ મે મહિનામાં આંકડો ઘટ્યો છે અને આ આંકડો ૩૩.૧૫ ટકા રહ્યો છે. અગાઉના મહિનામાં ૪૦.૬૫ ટકાનો આંકડો રહ્યો હતો. બટાકામાં ફુગાવો એપ્રિલ મહિનામાં ૧૭.૧૫ની સામે ૨૩.૩૬ ટકા રહ્યો હતો. મે મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવો ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જુલાઈ ૨૦૧૭ બાદથી ફુગાવો ૧.૮૮ ટકા હતો. ફ્યુઅલ અને પાવર કેટેગરીમાં ફુગાવો ગયા મહિનામાં ૩.૮૪ ટકાથી ઘટીને ૦.૯૮ ટકા થઇ ગયો હતો. મેન્યુફેક્ચરિંગ વસ્તુઓમાં ફુગાવો મે મહિનામાં ૧.૨૮ ટકા રહ્યો હતો જે એપ્રિલ મહિનામાં ૧.૭૨ ટકા રહ્યો હતો. માર્ચ મહિના માટે ડબલ્યુપીઆઈ ફુગાવો ૩.૧૦ ટકા રહ્યો હતો જે અગાઉ ૩.૧૮ ટકા હતો. આ સપ્તાહની શરૂઆતમાં જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રિટલ ફુગાવો સાત મહિનાની ઉંચી સપાટીએ મે મહિનામાં પહોંચી જતા તેની સપાટી ૩.૦૫ ટકા રહી હતી. શાકભાજીની કિંમતમાં વધારો થયો હતો. પ્રોટીન આધારિત ચીજવસ્તુઓની કિંમતમાં પણ વધારો થયો હતો. શેરબજારમાં તેની અસર દેખાશે.

Previous articleએમએસ યુનિ.ની બીકોમ ઓનર્સની ફીમાં ૫ હજારનો ધરખમ વધારો ઝીંકાયો
Next articleભારે પવનથી હોસ્પિટલના પતરાં ઉડ્યા, સોનગઢમાં ભારે વરસાદ