સિહોરમાં પડવાનાં વાંકે ઉભેલી જર્જરીત ઇમારતો જોઇ રહી છે અકસ્માતની રાહ

0
319

સિહોર નગરપાલિકાની ધોર બેદરકારીના કારણે પ્રિમોનસુન કામગીરીમાં વિલંબ,લોકોની સુરક્ષા સાથે રમત રમતું તંત્ર,સુરતની જેમ મોટી જાનહાનિ થાય તે પહેલાં સંબંધિત પગલાં લેવાની આવશ્યકતા સિહોરમા આવેલ જર્જરીત હાલતમાં  ઉભેલી પડુ પડુ થતી ઈમારતો કે જે જાહેર રસ્તાને અડીને ઉભેલી છે આ રસ્તા પરથી હજારો રાહદારીઓ અવરજવર કરે છે હાલમાં એકબાજુ જ્યારે  સિહોરમાં વાયુ વાવાઝોડું ના કારણે પવન સાથે વરસાદ પડ્યો છે સાથે સાથે ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે પરંતુ સિહોરમાં નગરપાલિકા તંત્ર જાણે ધોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે ગયા વર્ષે પણ કેટલાક વિસ્તારોમાં આવા જર્જરીત મકાનો પડવાની ધટનાઓ બની ચુકી છે અને સામાન્ય દિવસોમાં પણ ગાબડા અને નળિયા રોડ ઉપર પડી રહ્યા છે શેરીમાં રમતાં નાના બાળકોથી લઈ તમામ લોકોના જીવ જોખમમાં હોઈ સિહોર નગરપાલિકા દ્વારા આવા મકાનો તાત્કાલિક ધોરણે તોડી પાડવા જોઇએ. પરંતુ પ્રિમોનસુન કામગીરી માત્ર કાગળ પર જ હોઇ અનેક તકૅ-વિતકૅ લોકો અનુભવી રહ્યા છે શું આજ દિન સુધી આવા જર્જરીત મકાનો પાડવા નગરપાલિકા તંત્રએ ક્યારેય મકાન માલિકને નોટિસ ફટકારી છે? અથવા મકાનને પાડવા અથવા રીપેરીંગ કરવા માટે જાણ કરી છે? આવા સવાલો લોકોના મનમાં આવી રહ્યા છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત મકાન માલિકોને જાણ કર્યા બાદ જો કોઈ અસર ના થાય તો નગરપાલિકા દ્વારા આવી જર્જરીત હાલતમાં છે તેવી તમામ ઈમારતોને સંપૂર્ણ ડિમોલીશન કરવામાં આવે તેવી  સિહોરની જનતાની લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here