કલકત્તામાં ડોકટર પરનાં હુમલાનાં વિરોધમાં મેડીકલ કોલેજમાં દેખાવો

0
307

કલકત્તા ખાતે ડોકટરો ઉપર થયેલા હુમલાનાં વિરોધમાં આજરોજ ભાવનગર ખાતે જુનીયર ડોકટર એસોસીએશન, મેડિકલ સ્ટુડન્ટ એસોસીએશન, ઇન્ડીયન મેડિકલ એસોસીએશન તથા અન્ય ડોકટરો દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવેલ. આ અંતર્ગત મેડીકલ કોલેજ ભાવનગર ખાતે તેમજ સર.ટી.હોસ્પીટલ ખાતે સુત્રોચ્ચાર કરેલ અને ડોકટરો ઉપર થતી હિંસાને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવેલ, જો ડોકટરો ઉપર વારંવાર હિંસા થશે તો ડોકટરો સીરીયસ પેશન્ટને લેતા અચકાશે અને અંતે તો પેશન્ટ ને જ તકલીફ પડશે. અને ઇમરજન્સી સારવારમાં વિલંબ થશે. આ અંગે સરકાર યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે. ડોકટરોને ખાસ કરીને સરકારી દવાખાનામાં પૂરતી સુરક્ષા આપવામાં આવે અને ડોકટરો વિરૂદ્ધ થતા અત્યાચાર સામે કાયદા લાગુ પાડીને કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here