ભાવનગરમાં બીજા દિવસે પણ સવા ઇંચ વરસાદ

0
518

ભાવનગર શહેર અને જિલ્લામાં ગઇકાલે ભીમ અગિયારસનાં દિવસથી મેઘરાજાએ શુકનવંતી શરૂઆત કર્યાનાં બીજા દિવસે આજે પણ શહેર તથા જિલ્લાનાં અનેક તાલુકામાં હળવો – ભારે વરસાદ પડ્યો હતો.

ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ આજે બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી. ભાવનગર શહેરમાં તથા પંથકમાં આજે વહેલી સવારે ભારે પવન અને વિજળીનાં ચમકારા સાથે જોરદાર વરસાદ ત્રાટક્યો હતો. જેના પરિણામે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને કુંભારવાડા, રેલ્વે સ્ટેશન, દાણાપીઠ સહિતનાં નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાવનગર શહેર ઉપરાંત, ઘોઘા, તળાજા, પાલીતાણા, મહુવા, વલ્લભીપુર અને સિહોર પંથકમાં પણ હળવો ભારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક યથાવત રહેવા પામેલ બે દિવસથી પડી રહેલા વરસાદનાં પગલે ગ્રામ્ય પંથકમાં જગતનાં તાતે વાવણી કાર્યનો પ્રારંભ કર્યો હતો. ભાવનગર જિલ્લામાં બે દિવસમાં શહેરમાં અઢી ઇંચ તેમજ અન્ય તાલુકામાં અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here